Ask for help News

AMRELI માં વિચિત્ર સ્થિતિ: સહાય માંગે તો કહે સર્વે ક્યાં? સરકાર કહે છે સર્વે થઇ ગયો
જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડ્યો પરંતુ તોકતે વાવાઝોડું અને પાછોતરો વરસાદ ખૂબ જ મુશળધાર પડતા ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે કપાસ અને મગફળીના પાકને આ વરસાદને લઈને નુકસાન થયું છે.ત્યારે નુકસાનને લઇને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.જિલ્લામાં પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી આથી ખેડૂતો અને માંગ છે કે તાત્કાલિક ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે.
Nov 16,2021, 18:52 PM IST

Trending news