નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમનું સુકાન સંભાળશે

નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાની આશા સાથે જવાના છે. ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા મહિલા અને પુરૂષ ટીમ જાહેર કરવામાં આવી છે. મહિલા ટીમની કમાન તસ્નીમ મિરને સોંપવામાં આવી છે. 

નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમનું સુકાન સંભાળશે

અમદાવાદઃ ઉત્તરાખંડમાં 28 જાન્યુઆરીથી નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે. નેશનલ ગેમ્સમાં વિવિધ રમતોમાં ગુજરાતના એથલીટો પણ ભાગ લેવાના છે. ગુજરાતમાંથી બેડમિન્ટન ખેલાડીઓની ટીમ પણ નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જશે. બેડમિન્ટમાં રાષ્ટ્રીય સ્તરે બીજો ક્રમ ધરાવતી તસ્નીમ મિરને 38મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત મહિલા ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે.

બેડમિન્ટન વિમેન્સ ટીમની કમાન સંભાળશે તસ્નીમ
ઉત્તરાખંડમાં 29 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન નેશનલ ગેમ્સ રમાશે. નેશનલ ગેમ્સમાં 29 જાન્યુઆરીએ બેડમિન્ટન ટૂર્નામેન્ટ શરૂ થશે. જેમાં ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ ભાગ લેવાની છે. ગુજરાતની મહિલા બેડમિન્ટન ટીમની કમાન તસ્નીમ મિરને સોંપવામાં આવી છે. ગુજરાતની ટીમની પસંદગી બેંગલુરૂ ખાતે આયોજીત સીનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે.

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ મયુર પરીખે જણાવ્યું કે નેશનલ ગેમ્સમાં ગુજરાત ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે અમે આ વખતે ગોલ્ડ મેડલ જીતવાના ઈરાદાથી તૈયારી કરી છે. મયુર પરીખે કહ્યુ કે અમને આ ઈવેમેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી પણ સહયોગ મળ્યો છે. 

ગુજરાત વિમેન્સ બેડમિન્ટન ટીમ
તસ્નીમ મિર, અદિતા રાવ, શ્રેયા લેલે, શેનાન ક્રિશ્ચિયન, અંજલિ રાવત, યુતી ગજ્જર, તનિશા જોશી.

આ સિવાય ટીમ સાથે ટેક્નિકલ એક્સપર્ટ તરીકે અમરિશ શિંદે અને મોનેશન મશરૂવાલા જોડાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news