અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું, 2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
2025 Weather Predictions: હવામાન વૈજ્ઞાનિકો અનુસાર 2024 માનવ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થયું. વર્ષ 2025ની શરૂઆત અમેરિકામાં જંગલમાં ભયંકર આગ સાથે થઈ છે.
Trending Photos
Los Angeles Wildfires: 2024ને સત્તાવાર રીતે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 2023નો પાછલો રેકોર્ડ તોડ્યો અને વિશ્વને આબોહવા સંકટની ખતરનાક સીમા પર લઈ ગયું. જેના પરિણામે વર્ષ 2025 પ્રલયની દસ્તક સાથે શરૂ થયું છે. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ વધી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, જોરદાર પવન આગને વધુ ભડકાવી શકે છે. લોસ એન્જલસ શહેર અને તેની આસપાસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે, જ્યારે ઓછામાં ઓછા 10 હજાર મકાનો, ઈમારતો અને અન્ય ચીજ-વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે.
2024 રહ્યું હતું સૌથી ગરમ વર્ષ
યુરોપની ક્લાઈમેટ મોનિટરિંગ એજન્સી Copernicusના નવા રિપોર્ટ અનુસાર 2024માં સરેરાશ તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તર કરતા 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આ પહેલીવાર છે જ્યારે કોઈપણ કેલેન્ડર વર્ષ પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાં નિર્ધારિત 1.5 ડિગ્રીની મર્યાદાને વટાવી ગયું છે. 2024નો રેકોર્ડ દર્શાવે છે કે આપણે આ ખતરનાક સ્તરની ખૂબ નજીક આવી ગયા છીએ.
વૈજ્ઞાનિકો અનુસાર આનાથી મનુષ્ય અને ઇકોસિસ્ટમને અનુકૂળ થવામાં મુશ્કેલી પડી શકે છે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના ક્લાઈમેટ પ્રોફેસર જોઈરી રોજેલ્જના જણાવ્યું કે, "દરેક ડિગ્રીનો અંશ મનુષ્યો અને ઈકોસિસ્ટમને વધુ નુકસાન પહોંચાડે છે."
2024માં તૂટ્યા ઘણા આબોહવા રેકોર્ડ
- જુલાઈમાં વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.
- જાન્યુઆરીથી જૂન સુધીનો દર મહિનાએ પોતાના જ રેકોર્ડ તોડીને સૌથી ગરમ રહ્યા.
- ગ્રહને ગરમ કરનારું પ્રદૂષણનું સ્તર અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી ગયું છે.
- કોપર્નિકસના ડેટા અનુસાર છેલ્લા એક દાયકામાં વિશ્વના 10 સૌથી ગરમ વર્ષ નોંધાયા છે.
દિવસ હોય કે રાત રોજ ખાવો 2 લીલી ઈલાયચી, આ 5 સમસ્યાઓનો જડમૂળમાંથી થશે ખાત્મો
ગરમી અને હવામાનની ઘટનાઓ
2024માં પણ ખૂબ જ ગરમીની સાથે-સાથે હવામાનની ઘટનાઓ પણ જોવા મળી
- અમેરિકામાં બેક-ટૂ-બેક હરિકેન્સ, જે અસામાન્ય રીતે ગરમ સમુદ્રના તાપમાનથી પ્રભાવિત હતા, સેંકડો લોકો મોત થયા.
- સ્પેનમાં પૂરના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે.
- એમેઝોનમાં રેકોર્ડબ્રેક દુષ્કાળના કારણે નદીઓ અસાધારણ રીતે નીચા સ્તરે આવી ગઈ છે.
- ફિલિપાઈન્સમાં માત્ર 30 દિવસમાં છ ચક્રવાત ત્રાટક્યા છે.
આટલું ગરમ કેમ?
- વૈજ્ઞાનિકો હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શા માટે છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક તાપમાન આટલું ઊંચું રહ્યું છે. અંદાજ મુજબ મુખ્ય કારણો આ હોઈ શકે છે:
- અશ્મિભૂત ઇંધણને બાળવાથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન.
- અલ નીનો (એક કુદરતી આબોહવાની પેટર્ન જે ગ્રહને ગરમ કરે છે) 2023માં શરૂ થઈ અને 2024ની શરૂઆત સુધી ચાલી.
- શિપિંગ પ્રદૂષણ પરના નવા નિયમોએ આમાં ઘટાડો કર્યો. જો કે, આ સ્વાસ્થ્ય માટે સારું છે, આ પ્રદૂષણ સૂર્યપ્રકાશને અવકાશમાં પાછું પરાવર્તિત કરીને પૃથ્વીને ઠંડુ કરવામાં મદદ કરે છે.
- 2022માં દક્ષિણ પેસિફિકમાં જ્વાળામુખી ફાટવાથી વાતાવરણમાં વિશાળ માત્રામાં પાણીની વરાળ, જે એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે.
- 2024ના અંતમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સમુદ્ર પર સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરતા વાદળોની અછતને કારણે પણ ગરમીમાં વધારો થયો છે.
શું ખરેખર કોફી પીવાથી આયુષ્ય વધે છે? જાણો રિચર્સમાં શું જાણવા મળ્યું
હવામાનની આગાહી: 2025 માં શું થશે?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 2025માં રેકોર્ડ બ્રેક ગરમીની શક્યતા ઓછી છે કારણ કે લા નીના (જે ગ્રહને ઠંડુ કરે છે) હવે સક્રિય છે. પરંતુ આ ક્લાઈમેટ ચેન્જ ધીમો પડવાનો સંકેત નથી. ઇમ્પીરીયલ કોલેજ લંડનના આબોહવા વૈજ્ઞાનિક પાઓલો સેપ્પીએ જણાવ્યું હતું કે, "એક નાનો ઘટાડો આ ઉપર તરફના વલણને બદલી શકતો નથી."
વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે, આવનારા દાયકાઓ વધુ ગરમ બની શકે છે કારણ કે માનવતા કોલસો, તેલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણને બાળવાનું ચાલુ રાખે છે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના આબોહવા વૈજ્ઞાનિક ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું કે, '2025માં વસ્તુઓને વધુ ખરાબ થતી અટકાવવા માટે વિશ્વને કોઈ જાદુઈ ઉપાયની જરૂર નથી. અશ્મિભૂત ઇંધણથી કેવી રીતે દૂર જવું તે આપણે સારી રીતે જાણીએ છીએ.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે