AMRELI માં વિચિત્ર સ્થિતિ: સહાય માંગે તો કહે સર્વે ક્યાં? સરકાર કહે છે સર્વે થઇ ગયો છે
Trending Photos
કેતન બગડા/અમરેલી : જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડ્યો પરંતુ તોકતે વાવાઝોડું અને પાછોતરો વરસાદ ખૂબ જ મુશળધાર પડતા ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે કપાસ અને મગફળીના પાકને આ વરસાદને લઈને નુકસાન થયું છે.ત્યારે નુકસાનને લઇને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.જિલ્લામાં પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી આથી ખેડૂતો અને માંગ છે કે તાત્કાલિક ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે.
સરકાર દ્વારા આઠ જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરવામાં આવી છે. કૃષિમંત્રી દ્રારા પરંતુ વર્તમાન નિયમોનો અભ્યાસ કરીને નિર્ણય લઈશું કહેવામાં આવ્યું છે. સરકાર પાસે અહેવાલ તો આવી ગયો છે પરંતુ આ અહેવાલ વિચારણા હેઠળ છે, ત્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે સર્વે પૂરો થઈ ગયો છે પણ વિચારણા હેઠળ છે. અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અન્ય જીલ્લાઓને પણ પાક નુકશાનીની સહાય આપવામાં આવશે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલીક વિચાર કરે અને પાક નુકસાની સહાય આપવામાં આવે. ભારે વરસાદને લઈને સાવરકુંડલા તાલુકાના ઘોબા,પીપરડી,શેલણા,ફિફાદ સહિતના શેત્રુજી નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું હતું.
અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદને લઈને શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારના ખેડૂતોને કપાસ અને મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું સરકાર દ્વારા સર્વે પણ કરી લેવામાં આવ્યો છે પરંતુ હજી સુધી અન્ય જિલ્લાઓની જેમ અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાય મળી નથી હાથી ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે