3 જૂનના સમાચાર News

દક્ષિણ ગુજરાતમાં નિસર્ગની અસર શરૂ, ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે 8 જિલ્લામાથી કુલ 63,798 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ માહિતી આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી દીધો છે. એક કલાકમા વાવાઝોડું જમીન પર સંપૂર્ણ રીતે આવી જશે. વાવાઝોડાના કેન્દ્ર વિસ્તારમાં 90 થી 100 કિમીની પવનની ઝડપ જોવા મળશે. નવસારી અને વલસાડમાં 3 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અત્યાર સુધી વરસાદ ડાંગમાં 15 mm વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હાલ અમે સમગ્ર જિલ્લાઓના તંત્ર સાથે સંપર્કમાં છીએ. ગુજરાતમા NDRFની 18 જ્યારે SDRF ની 6 ટીમ સ્ટેન્ડ ટુ છે. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ સ્થળાંતર કરાયેલા લોકોને ઘર પર પરત લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં સુવાલીના દરિયા કિનારે 1 થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. ચક્રવાતની સીધી નહિ, પરંતુ આંશિક અસર જોવા મળી છે. 
Jun 3,2020, 15:30 PM IST
દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ, 15 કર્મચારીઓ દાઝ્યા, 2 ના મૃતદેહ મળ્યાં
Jun 3,2020, 14:42 PM IST
LIVE: મુંબઈમાં Nisarga નો ખતરો ઓછો થયો, 50 કિમી દક્ષિણ તરફ વળ્યું વાવાઝોડું
Jun 3,2020, 14:23 PM IST
‘કોરોના હજી ગયો નથી, નજીકના ભવિષ્યમાં તેનો અંત દેખાતો નથી, તેથી ગાઈડલાઈનનુ ફરજિયાત પ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હતી. બે મહિના બાદ પહેલીવાર આ કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી નહિ, પરંતુ પ્રત્યક્ષ યોજાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિડીયો કોન્ફરન્સમાં બેઠક યોજી હતી. પણ આજે પ્રત્યક્ષ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, સુરત, ડાંગ સહિતના પાંચ જિલ્લાઓને અસર કરે છે. ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સમગ્ર વહીવટીતંત્ર બધી જ રીતે હાઇએલર્ટ પર છે. તમામ જિલ્લાઓના કલેકટરો અધિકારીઓ અને હાઇ એલર્ટ પર મૂક્યું છે. એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે. ગઈકાલે પણ એનડીઆરએફની ટીમો પણ ગૃહમંત્રી અમિત શાહે ફાળવી આપી છે. આ વાવાઝોડું લગભગ પાંચથી છ કલાકના સમય સુધી ભારે પવન અને ભારે વરસાદથી અસર કરશે.
Jun 3,2020, 13:12 PM IST
STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’
નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે, ત્યારે સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. આવામાં એસટી તંત્ર પણ સજાગ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે કે નિસર્ગ વાવાઝોડું (Cyclone Nisarg) વધે તો બસો રોકી દેવી. જેથી હવે ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે. તેઓને આદેશ આપ્યા છે કે, વાવાઝોડું દેખાય તો બસ જ્યાં હોય ત્યાં સેફ જગ્યાએ રોકી દેવાની. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 70 દિવસથી લોકડાઉનને કારણે રાજ્યભરમાં એસટી બસો કોરોનાને કારણે બંધ રખાઈ હતી. જે બાદ હવે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી સાહિતમાં જોવા મળી શકે છે. જેથી એસટી બસમાં મુસાફરોને લઇ જવા માટે પરિસ્થતિ મુજબ તકેદારી રાખી દેવાઈ છે. 
Jun 3,2020, 11:51 AM IST
નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું
નિસર્ગ વાવાઝોડા (Cyclone Nisarg) ની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવપંકજ કુમારે આ વિશે જણાવ્યું કે, આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં ૫૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
Jun 3,2020, 11:16 AM IST
દમણમાં વાવાઝોડાની અસર : 3 કિમીની હદના ગામોને એલર્ટ કરાયા, રાત્રે કરાયું સ્થળાંતર
વાવાઝોડાની ઘાત ગુજરાતના માથેથી ટળી ગઈ છે. જેથી હવે કોઈ ખતરાની શક્યતા નથી. પરંતુ હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, 3 જૂનના રોજ વાવાઝોડું (Cyclone Update) મહારાષ્ટ્રના હરિહેશ્વર અને દમણ વચ્ચે ક્રોસ કરશે. જેને પગલે ગુજરાતમાં તેની અસર જોવા મળળે. વાવાઝોડાની અસરને પગલે દમણ, દાગરાનગરા હેવલી તરફ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો સુરત અને ભરૂચમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાક અને જિલ્લામાં 50 થી 60ના કિમીએ પવન ફૂંકાશે. આવામાં આજે દમણમાં તેની અસર જોવા મળી રહી છે. નાની દમણમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ત્યારે દમણના દરિયામાં બપોરે 12 વાગ્યે ભરતી આવશે.
Jun 3,2020, 8:44 AM IST

Trending news