લોકડાઉનમાં હરિયાણવી દાદીઓના વીડિયોએ હદ પાર કરી, 7 કરોડથી વધુ વાર જોવાયો

દેશી ગીત અને તેના પર ડાન્સ કરતી હરિયાણવી દાદીઓ, તો પછી શું કહેવું. હાલના દિવસોમાં આ વીડિયો બહુ જ વાયરસ થઈ રહ્યો છે. તેની લોકપ્રિયતાના અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તે 7 કરોડથી વધુવાર જોવાઈ ચૂકાયો છે. આ એક હરિયાણવી મેશઅપ ગીત છે. યુટ્યુબ પર આ ધમાકેદાર ગીતને આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ લોન્ચ કર્યું હતું. જેના બાદથી અત્યાર સુધી આ વીડિયો સાડા સાત કરોડથી વધુવાર જોવાઈ ચૂક્યો છે.
લોકડાઉનમાં હરિયાણવી દાદીઓના વીડિયોએ હદ પાર કરી, 7 કરોડથી વધુ વાર જોવાયો

ઝી મીડિયા/બ્યૂરો :દેશી ગીત અને તેના પર ડાન્સ કરતી હરિયાણવી દાદીઓ, તો પછી શું કહેવું. હાલના દિવસોમાં આ વીડિયો બહુ જ વાયરસ થઈ રહ્યો છે. તેની લોકપ્રિયતાના અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તે 7 કરોડથી વધુવાર જોવાઈ ચૂકાયો છે. આ એક હરિયાણવી મેશઅપ ગીત છે. યુટ્યુબ પર આ ધમાકેદાર ગીતને આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ લોન્ચ કર્યું હતું. જેના બાદથી અત્યાર સુધી આ વીડિયો સાડા સાત કરોડથી વધુવાર જોવાઈ ચૂક્યો છે.

ગીતના બોલ છે, ‘હલકા દુપટ્ટા તેરા મુંહ દિખે....’ (Halka Dupatta Tera) આ હરિયાણવી ગીત છે. આ પ્રકારનું બનેલું ગીત હરિયાણામાં સૂબા (ગામ)માં ગાવામાં આવે છે. આ ગીતમાં હરિયાણા અને રાજસ્થાનની ઝલક જોવા મળે છે. આ ગીતને અત્યાર સુધી 79,008,890 વ્યૂ મળી ચૂક્યા છે. 

ગીતમાં ચાર દાદીઓ જબરદસ્ત ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેના દેશી અંદાજને દર્શકો પસંદ કરી રહ્યાં છે. ન કોઈ લાગ-લગાવ, ન કોઈ ચમક-દમક, બસ સાદગી.... તેમ છતાં લોકોને આ ગીત પસંદ આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news