દમણમાં વાવાઝોડાની અસર : 3 કિમીની હદના ગામોને એલર્ટ કરાયા, રાત્રે કરાયું સ્થળાંતર

વાવાઝોડાની ઘાત ગુજરાતના માથેથી ટળી ગઈ છે. જેથી હવે કોઈ ખતરાની શક્યતા નથી. પરંતુ હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, 3 જૂનના રોજ વાવાઝોડું (Cyclone Update) મહારાષ્ટ્રના હરિહેશ્વર અને દમણ વચ્ચે ક્રોસ કરશે. જેને પગલે ગુજરાતમાં તેની અસર જોવા મળળે. વાવાઝોડાની અસરને પગલે દમણ, દાગરાનગરા હેવલી તરફ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો સુરત અને ભરૂચમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાક અને જિલ્લામાં 50 થી 60ના કિમીએ પવન ફૂંકાશે. આવામાં આજે દમણમાં તેની અસર જોવા મળી રહી છે. નાની દમણમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ત્યારે દમણના દરિયામાં બપોરે 12 વાગ્યે ભરતી આવશે.

દમણમાં વાવાઝોડાની અસર : 3 કિમીની હદના ગામોને એલર્ટ કરાયા, રાત્રે કરાયું સ્થળાંતર

ચેતન પટેલ/સુરત :વાવાઝોડાની ઘાત ગુજરાતના માથેથી ટળી ગઈ છે. જેથી હવે કોઈ ખતરાની શક્યતા નથી. પરંતુ હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, 3 જૂનના રોજ વાવાઝોડું (Cyclone Update) મહારાષ્ટ્રના હરિહેશ્વર અને દમણ વચ્ચે ક્રોસ કરશે. જેને પગલે ગુજરાતમાં તેની અસર જોવા મળળે. વાવાઝોડાની અસરને પગલે દમણ, દાગરાનગરા હેવલી તરફ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો સુરત અને ભરૂચમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાક અને જિલ્લામાં 50 થી 60ના કિમીએ પવન ફૂંકાશે. આવામાં આજે દમણમાં તેની અસર જોવા મળી રહી છે. નાની દમણમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ત્યારે દમણના દરિયામાં બપોરે 12 વાગ્યે ભરતી આવશે.

6 કલાકની 13 કિમી પ્રતિ કલાકની ગતિથી મહારાષ્ટ્રમાં બપોરે ટકરાશે વાવાઝોડું, ગુજરાતમાં NDRFની 16 ટીમ કાર્યરત

દમણમાં વાવાઝોડાની અસરને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. દમણ દરિયા કિનારાથી 3 કિલોમીટરની હદમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. તો કેટલાક લોકોનું રાત્રે જ સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોને ઘરની બહાર નહિ નીકળવા અપીલ કરાઈ છે. 

વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હતા. જેથી વહીવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરી દીધી છે. દરમિયાન સુરતમાં એનડીઆરએફની 3 અને એસડીઆરએફની 1, જ્યારે કે નવસારીમાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક-એક ટીમ અને વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવાઈ છે. દમમમાં એનડીઆરએફની બે ટીમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news