28 april news 0 News

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોની બહાર પણ કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોની બહાર પણ કોરોનાના દર્દીઓનો રાફડો છે. છેલ્લા કેટલાક દિવસોમાં હોટસ્પોટ વિસ્તારમાં કેસ ઘટ્યા તો છે, પણ શહેરના અન્ય ભાગોમાં કોરોનાના કેસો વધ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. અગાઉ 70% કેસો હોટસ્પોટ વિસ્તારોમાંથી જોવા મળતા હતા, જે હવે લગભગ ઘટીને 40% થયા છે. 25 તારીખે 51 ટકા કેસ હોટસ્પોટ બહારના વિસ્તારોમાંથી આવ્યા હતા. 27મી એપ્રિલે 197 કેસ નોંધાયા હતા, જેમાંથી 156 કેસો હોટસ્પોટની બહારના વિસ્તારમાં હતા. જેની ટકાવારી 80% થાય છે. છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદના શહેરના ચાલી વિસ્તારોમાંથી એકસાથે અનેક કેસો નોંધાઇ રહ્યા છે. જે ચોંકાવનારી બાબત કહી સકાય. જોકે શહેરના હોટસ્પોટ વિસ્તાર દરિયાપુર, જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, શાહપુર, કાલુપુરમાં કેસો ઘટવા સારી બાબત છે. પરંતુ હાલની સ્થિતિ જોતા આ લાપરવાહી મોટું જોખમ બની શકે છે. 
Apr 28,2020, 9:38 AM IST

Trending news