વડોદરામાં કોરોનાના કેસ 100 થી 200 થતા ફક્ત 10 દિવસ લાગ્યા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પણ કોરોનાના કેસ (Coronavirus) માં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ હોટસ્પોટ વિસ્તાર નાગરવાડમાં કેસોમાં સતત વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે તંત્ર દ્વારા માહિતી મળી છે કે, વડોદરા (vadodara) માં કોરોનાનો પોઝિટિવ રેટ 7 ટકા અને મૃત્યુ દર 5.6 ટકા છે. 7 મી એપ્રિલે વડોદરામાં કોરોનાંના માત્ર 13 કેસ હતા, જે 19 દિવસમાં વધી ને 248 થયા છે. કોરોનાના કેસ 100 થી 200 થતા ફક્ત 10 દિવસ લાગ્યા. તંત્ર એ હજી સુધી 3553 સેમ્પલ લીધા છે.
ચોંકાવનારી વાત : અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોની બહાર પણ કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો
પોલીસ પર પત્થરમારો કરનારાઓનો રિપોર્ટ પોઝિટિવ
વડોદરામાં પોલીસ પર પત્થરમારો કરનારા આરોપીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ નીકળ્યો છે. પાંચેય પોઝિટિવ આરોપીઓ નાગરવાડા વિસ્તારના પોલીસ પર પથ્થરમારો કરનારા નીકળ્યા છે. 26 મી એપ્રિલે હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં કારેલીબાગ પોલીસ પર હુમલો થયો હતો. પોલીસ પર હુમલાના બનાવમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમના મેડિકલ તપાસમાં 5 આરોપીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આમ, આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપ્યો છે.
પોલીસ પર થયો હતો હુમલો
શહેરનો સંવેદનશીલ વિસ્તાર ગણાતા નાગરવાડામાં 26મી એપ્રિલે વહેલી સવારે ઘરની બહાર નીકળેલા લોકોને સમજાવવા ગયેલા પોલીસ પર ટોળાએ હથિયાર અને તલવાર સાથે હુમલો કર્યો હતો. તેમજ પથ્થર અને બોટલોથી પણ હુમલો કર્યો હતો. કાસમઆલા મસ્જિદ પાછળ આ ઘટના બની હતી. પોલીસે લોકોને ઘરે જવાનું કહેતા તેઓ માન્યા ન હતા, અને પોલીસ પર હુમલો કર્યો હતો. ‘સાલો કો રાત કો ભી બોલા થા, ઈધર મત આના નહિ તો જિંદા નહિ જાઓગે....’ એમ કહીને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે 10 તોફાનીઓની અટકાયત કરીને 17 લોકોના નામજોગ હત્યાના પ્રયાસ સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી. પકડાયેલા તોફાનીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
2 બોગસ પત્રકાર પકડાયા
વડોદરાના વાઘોડિયામા બે બોગસ પત્રકાર ઝડપાયા છે. પોલીસ મથકના નામે બોગસ પત્ર બંનેએ બનાવ્યા હતા. બોગસ પત્રને આધારે આરોપીઓ રોફ મારવા રાજ્યના વિવિધ જિલ્લામા ફરતા હતા. પોલીસને બાતમી મળતા ધાંચી ભાઈઓના ઘરે છાપો માર્યો હતા. તેમના ઘરેથી પ્રમાણપત્ર સાથે બેની કરી ધરપકડ કરવામાં આવી હતી. બંન્નેએ કમ્પ્યૂટર પર પોલીસના નામે બોગસ પત્ર બનાવ્યો હતો. પોલીસે ધરપકડ કરી હતી. સાથે જ તેઓના કોરોના રિપોર્ટ કરાવ્યા હતા, જે નેગેટિવ આવ્યા હતા. આજે કોર્ટમા રિમાન્ડની માંગ કરી અન્ય કોઈ ગુનામા સંડોવાયેલ છે કે કેમ તે બાબતની તપાસ હાથ ધરાશે.
સાવલી મંજુસર જીઆઈડીસીમાં પોલીસે કર્મચારીઓને દંડ ફટકાર્યા હતા. બાઈક લઈને આવેલા કર્મચારીઓને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કેટલાક કર્મચારીઓના વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. ત્યારે દંડના વિરોધમાં આજથી તમામ કંપનીઓ બંધ કરવામાં આવી હતી. મંજુસર અને વાઘોડિયા જીઆઈડીસીની 140 કંપનીઓ આજથી બંધ થઈ ગઈ છે. કલેકટરે કંપની સંચાલકોને કર્મચારીઓ માટે બસની વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે