15 ઓગસ્ટના સમાચાર News

ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી, વિશ્વામિત્રી બની ગાંડીતૂર
Aug 15,2020, 16:38 PM IST
હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના નદીનાળાઓ છલકાયા છે. તો અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા (Dwarka rain) ના હડમતીયની ભંગ નદીમા માલેતાના ત્રણ લોકો તણાયા હતા. નદી ગાંડીતૂર થતા કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. જેમાં હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા યુવકો જોતજોતામાં તણાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ બોલાવવામા આવી છે. જેથી બંને યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. બંને લોકોના મૃતદેહ ભોગાતના ખડા વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ પણ થઈ ગયો હતો. 
Aug 15,2020, 15:36 PM IST
અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં સાદગી રીતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ
કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે 74 માં સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે કોરોના વાયરસ સામે લડાઈ આપી રહેલા વોરિયર્સને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સાથે જ ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓ અને પરેડ કરનારા પોલીસ કર્મચારીઓ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જોવા મળ્યા હતા. શહેર પોલીસ કમિશનરે ધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
Aug 15,2020, 15:03 PM IST
સ્વતંત્રતા દિન પર ગુજરાત, ગોધરામાં સૌથી ઊંચો ધ્વજ ફરકાવાયો, તો ક્યાંક સ્મશાનમાં ઉજવણ
ગુજરાતભરમાં આજે વિવિધ સ્થળોએ સ્વતંત્ર્ય પર્વ (Independence Day) ની ઉજવણી સાદગીથી કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર અશ્વ પાલક મંડળ દ્વારા અનોખી રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. ઘોડાની કાઠીયાવાડી અને મારવાડી નસલ સંદર્ભે લોકોને જાગૃતિ લાવવા માટે ગાંધીનગરના માર્ગો ઉપર અશ્વ કેટવોક કરાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે તેઓ દિવાળી, 26 જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટના દિવસે ગાંધીનગરમાં અશ્વ સાથેની વિવિધ હરીફાઈ અને જનજાગૃતિનો કાર્યક્રમ આપતા હોય છે. રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્ણ થયા બાદ શહેરના માર્ગો ઉપર રાષ્ટ્રધ્વજ સાથે અશ્વ સવારી ફેરવવામાં આવી હતી. 
Aug 15,2020, 13:07 PM IST

Trending news