સ્વતંત્રતા દિવસ : ગાંધીનગરની પરેડમાં પીએસઆઈ ઝાલા ચક્કર આવીને ઢળી પડ્યા

ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં મુખ્ય સ્ટેજની સામે પરેડ માટે ઊભેલા કમાન્ડર ગ્રુપના એક પીએસઆઇને ચક્કર આવવાના બનાવ બનતા અન્ય સાથી કમાન્ડો તેઓને લઈ ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા

સ્વતંત્રતા દિવસ : ગાંધીનગરની પરેડમાં પીએસઆઈ ઝાલા ચક્કર આવીને ઢળી પડ્યા

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના કાળમાં આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વ (Independence Day) ની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. કોરોના મહામારી હોવાથી આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગરમાં જ થઈ છે. દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે પરેડમાં સામેલ કમાન્ડો પીએસઆઇ પી.કે ઝાલાને ચક્કર આવ્યા હતા. ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં મુખ્ય સ્ટેજની સામે પરેડ માટે ઊભેલા કમાન્ડર ગ્રુપના એક પીએસઆઇને ચક્કર આવવાના બનાવ બનતા અન્ય સાથી કમાન્ડો તેઓને લઈ ગયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

‘હોતી હૈ, ચલતી હૈ...’ માનસિકતાથી હવે કામ નહિ ચાલે... આ છે PMના રાષ્ટ્રને સંબોધનના 10 મહત્વના મુદ્દા 

રાજ્યકક્ષાનો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયો હતો. કોવિડની સ્થિતિ વચ્ચે ટેમ્પરેચર તપાસ, સેનિટાઈઝ અને માસ્ક આપ્યા બાદ જ આમંત્રિતોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે રાખવામાં આવી હતી. તો કોવિડ મહામારીને કારણે સીમિત માત્રામાં આમંત્રિતો ઉપસ્થિત હતા. કોરોના વોરિયર્સની ઉપસ્થિતિ વચ્ચે રાજ્યકક્ષાનો સ્વાંતંત્રતા પર્વ ઉજવાયો હતો. કોરોના સામે સીધો જંગ લડનાર તબીબો સહિત અનેક કોરોના વોરિયર્સ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ખાસ મહેમાન બનીને આવ્યા હતા. તો આ પ્રસંગે મુખ્ય સચિવ, રાજ્યના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા.

પાંખી હાજરી વચ્ચે ગાંધીનગરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી, સીએમ રૂપાણીએ ધ્વજવંદન કર્યું

74 મા સ્વતંત્રતા દિવસ પર અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદન બાદ કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શહેર કમિશનર સહિત તમામ પોલીસ અધિકારીઓ ધ્વજવંદનમાં હાજર રહ્યા હતા. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા ધ્વજ લહેરાવામા આવ્યો હતો. પરેડમા પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. કોરીના વાયરસની મહામારીમાં ઉત્તમ કામગીરી બદલ પ્રશંસા પત્રક અપાયા હતા. પોલીસ, તબીબ તથા સફિકર્મી સહિત અન્ય કોરોના વોરિયર્સને પ્રશંસા પત્રક અપાયા હતા. પોલીસની ઉત્તમ કામગીરી બદલ શહેર પોલીસમાં ત્રણ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયા છે. શહેરના 2 પોલીસ કર્મચારી અને એક અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા છે. ACP સુભાષ ત્રિવેદીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયું છે. તો હેડ કોન્સ્ટેબલ સુરેશ નાયર અને ધીરુભાઈ પરમારને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news