સૌરાષ્ટ્રના લોકમેળા News

Breaking : 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય
સૌરાષ્ટ્રભરના લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 
Jul 23,2020, 12:55 PM IST
50 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય : સૂત્ર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
Jun 17,2020, 15:33 PM IST

Trending news