Pics : જેનુ નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જાય, તેવા લોકમેળામાં જુઓ કેવો છે માહોલ

લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીની કાગડોળે રાહ જોઈને બેસ્યા હોય છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડતુ હોય છે. પાંચ દિવસના આ લોકમેળમાં આ વર્ષે કેવો માહોલ, કેવુ ડેકોરેશન છે તે જોઈએ. 

અમદાવાદ :લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીની કાગડોળે રાહ જોઈને બેસ્યા હોય છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડતુ હોય છે. પાંચ દિવસના આ લોકમેળમાં આ વર્ષે કેવો માહોલ, કેવુ ડેકોરેશન છે તે જોઈએ. 

1/4
image

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. તેથી સૌથી વધુ આકર્ષણ પણ આ જ મેળાનું હોય છે. જન્માષ્ટમીથી આજ દિન સુધી રાજકોટના મલ્હાર લોકમેળામાં ભીડ સતત વધતી જ દેખાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મેળો ખુલ્લો મૂક્યો હતો. 5 દિવસમાં 15 લાખ લોકો મલ્હાર મેળાની મુકલાત લેશે તેવો અંદાજ તંત્ર દ્વારા લગાવાયો છે. રેસકોર્સમાં 4 આકર્ષક એન્ટ્રી ગેઇટ બનાવવામાં આવ્યા છે. 

2/4
image

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર જેવા અનેક શહેરોમાં લોકમેળા યોજાતા હોય છે. વર્ષોની આ પરંપરા છે. જ્યાં માત્ર ઉત્સવ ઉજવવો એ જ હેતુ નથી હોતો, પણ લોક સંસ્કૃતિ પણ જોવા મળે છે. આ લોકમેળામાં અનેક કલાઓ રજૂ કરાતી હોય છે.

3/4
image

સૌરાષ્ટ્રના મેળામાં અવનવી રાઈડ્સ સૌથી વધુ આકર્ષણ હોય છે. ત્યારે મોતના કૂવા આજે પણ હોટ ફેવરિટ છે. 

4/4
image

જન્માષ્ટમી બાદ સુરેન્દ્રનગર વઢવાણ અને ધ્રાંગધ્રામાં યોજાતા લોકમેળો માણવા લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે. ત્યારે નોમ અને રવિવારની રજા હોવાથી લોકમેળામાં વધુ ભીડ જોવા મળી હતી. ખાણીપીણીના સ્ટોલ અને રમકડાની દુકાન ઉપર ગ્રાહકોનો ધસરો જોવા મળ્યો.