વરસાદનો વરતારો News

અંબાલાલની આગાહી; ગુજરાતમાં ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે
Rain Alert In Gujarat: રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બસ, આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે. પરંતુ લોકોના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે?
May 16,2024, 17:07 PM IST
હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું?
Ambalal Patel Prediction For Holi 2024: ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરશે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. ત્યારે હોળી પહેલા અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે. 
Mar 23,2024, 16:55 PM IST

Trending news