ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફત

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફત

Gujarat Weather Prediction : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ ચોમાસું કેમ કરીને દક્ષિણ ગુજરાતથી આગળ વધતુ જ નથી. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી કે, 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. 

હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. 

20 જૂનની વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી 

21 જૂનની વરસાદની આગાહી
અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી 

22 જૂનની વરસાદની આગાહી
અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી 

23 જૂનની વરસાદની આગાહી
બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ  દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી  

24 25 26 જુને સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી

31 મેના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું હતું પરંતુ સમયાંતરે તે નબળું પડી જતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાં શેકાવું પડ્યું છે. જોકે હવે ધીમે-ધીમે દેશના અનેક ભાગમાં ચોમાસું બેસી ગયું છે. એટલે આશા રાખીએ કે આ વખતે મેઘરાજા મન મૂકીને વરસે અને લોકોની તમામ મુશ્કેલીઓ દૂર થાય. બીજીબાજુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ધીમીધારે પડી રહેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે તો હવામાન વિભાગે મુંબઈના દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી આપી છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોને રાહત આપતી આગાહી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news