કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી', ઓસ્ટ્રેલિયા માટે બન્યો માથાનો દુખાવો
India vs Australia 4th Test: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ માટે તૈયારી કરી લીધી છે. બન્ને ટીમો 26મી ડિસેમ્બરે સામ-સામે ટકરાશે. મેલબર્નમાં યોજાનારી આ ટેસ્ટ માટે બન્ને ટીમો આક્રમક દેખાઈ રહી છે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સિરીઝમાં બરોબરી કરવા માટે બુમરાહને 'વન મેન આર્મી' ગણાવ્યો હતો.
Trending Photos
India vs Australia 4th Test: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ માટે તૈયારી કરી લીધી છે. બન્ને ટીમો 26મી ડિસેમ્બરે સામ-સામે ટકરાશે. મેલબર્નમાં યોજાનારી આ ટેસ્ટ માટે બન્ને ટીમો આક્રમક દેખાઈ રહી છે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સિરીઝમાં બરાબરી કરવા માટે બુમરાહને 'વન મેન આર્મી' ગણાવ્યો હતો. આ સિરીઝમાં બુમરાહે ઓસ્ટ્રેલિયા ટીમ પર હાવી રહ્યો છે. જ્યારે બીજી બાજુથી બોલિંગ અપેક્ષા મુજબ ન હતી.
રવિ શાસ્ત્રીએ શું કહ્યું ?
શાસ્ત્રીએ News.com.auને કહ્યું કે, 'સિરીઝ હાલ જે તબક્કા પર છે તેમાં મને લાગે છે કે ભારત લીડ પર છે. કોઈપણ વિદેશી ટીમ પર્થ, એડિલેડ અને બ્રિસ્બેનમાં રમ્યા બાદ 1-1થી બરાબરી પર હોય તો તે આમાંથી પ્રેરણા લઈ શકે છે. બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા સિરીઝ ટાઈ થઈ જાય તે ભારત માટે સારી સ્થિતિ છે. હું માનું છું કે ભારત તેની છાતી પહોળી કરીને મેદાનમાં ઉતરી શકે છે.
જણાવી ઓસ્ટ્રેલિયાની વીકનેસ
રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયાની વીકનેસ વિશે જણાવતા કહ્યું કે, 'મને હાલમાં ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર નબળો લાગે છે. ભારતે તેનો ફાયદો ઉઠાવ્યો છે અને તે આગળ પણ તેનો ફાયદો ઉઠાવશે. સિરીઝ હાલમાં બરાબરી પર છે અને તે વ્યકિત (બુમરાહ)એ એક રીતે એકલા હાથે ભારતને આ સ્થિતિમાં પહોંચાડ્યું છે.'
કેવું રહ્યું બુમરાહનું પ્રદર્શન?
જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા માટે દીવાલ સાબિત થયો છે. તેમણે પર્થમાં કેપ્ટન તરીકે 8 વિકેટ ઝડપી હતી અને તે મેચનો હીરો સાબિત થયો હતો. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બુમરાહે ફરીથી ઘાતક બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. જો કે, તેને બીજી ઇનિંગમાં એક પણ વિકેટ મળી ન હતી. બ્રિસ્બેનમાં સ્ટાર બોલરે શાનદાર વાપસી કરીને 9 વિકેટ ઝડપી હતી અને મેચને ડ્રો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બુમરાહ મેલબર્નમાં કેવું પ્રદર્શન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે