અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

Rain Alert : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી... અમરેલી,ભાવનગર સહિત દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં પડી શકે છે વરસાદ...

અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આવી ગઈ છે. આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી છો. તો સાજે આજે નવસારી,વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય બન્યું છે.   

15 જૂને વરસાદની આગાહી
દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં આગાહી 

16 જૂને વરસાદની આગાહી
ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં આગાહી

17 જૂને વરસાદની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં આગાહી 

18 જૂને વરસાદની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં આગાહી 

19 જૂને વરસાદની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી

20 જુને વરસાદની આગાહી
નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ કચ્છમાં હળવા મધ્યમ વરસાદની આગાહી

વરસાદ અંગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્જ્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની ગતિ ધીમી પડી, ઉત્તર ભારતમાં ન પહોંચ્યુ ચોમાસું 
દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે. પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છુટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. સાથે જ વાવણીલાયક વરસાદ પણ હજુ નથી પડ્યો. આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે. પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી. જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસાની ગતિ ધીમી પડવાના કારણે ઉત્તર ભારત સુધી ચોમાસું પહોંચ્યું જ નથી. જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે. 2016 પછી પ્રી મોન્સૂનની સિઝન આ વર્ષે સૌથી ગરમી રહેવાનું અનુમાન છે.

ગુજરાતમાં આવીને નબળુ પડ્યુ ચોમાસું
ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે. તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે. આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ ઉપરાંત છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે. જોકે, આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફારની કોઈ સંભાવના નથી. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદ અને થન્ડરસ્ટોર્મની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નહીં રહી રહેશે છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલરના કારણે વરસાદ છે, જેની માત્રા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસુ હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે. 

ચાર દિવસ વહેલા આવ્યું ચોમાસું 
હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું  છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થયો છે.  

પરેશ ગોસ્વામીની આગાહી
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news