અમદાવાદમાં આવશે વરસાદ, આગામી ત્રણ કલાક માટે હવામાન વિભારે જાહેર કર્યું નાવકાસ્ટ

Gujarat Weather Update : આગામી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગે ગુજરાત માટે નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત 23 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ ખેડા, બોટાદમાં વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વડોદરા, નર્મદા, સુરત, દમણ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર, સોમનાથ, મોરબી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. આ તમામ જિલ્લામાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવા વરસાદની આગાહી છે. 

1/6
image

ગઈકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કારઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  અતિભારે વરસાદ આવશે. તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદમાં અતિભારે વરસાદ આવશે. 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે.

2/6
image

ગુજરાતના નવસારી સુધી પ્રવેશેલું ચોમાસું અન્ય રાજ્યોમાં બે દિવસથી આગળ વધી રહ્યું છે. પરંતુ, ગુજરાતમાં તે ત્યાં જ સ્થિર છે. ગુજરાત-સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોમાં પણ ત્રણ દિવસમાં ચોમાસું બેસે તેવા સંજોગો હોવાનું મૌસમ વિભાગે જણાવ્યુ છે.  

3/6
image

ગઈકાલ સાંજથી ધીરે ધીરે વરસાદની જમાવટ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન થયુ છે. પંમચમહાલમાં આખરે વરસાદની એન્ટ્રી થઈ છે. મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ ગઈકાલે સાંજે પંમચહાલમાં વરસાદ વરસ્યો હતો. ગરમીથી લોકોને આંશિક રાહત થઈ છે. વરસાદને પગલે જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર છવાી છે. હાલોલ માર્કેટ યાર્ડ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા જેવી સ્થિતિ જોવા મળી છે. 

4/6
image

ગઈકાલ રાતથી વડોદરા શહેરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાત્રે ગાજવીજ સાથે શહેરમાં વરસાદ આવ્યો હતો. સયાજીગંજ, અકોટા, ફતેગંજ, રાવપુરા, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. દાહોદ શહેર સહિત ઝાલોદ લીમખેડા ગરબાડા તાલુકામાં મોડી રાત્રે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

5/6
image

6/6
image