લોકમેળો News

મોતના કુવામાં બાઈક ગોળગોળ ચલાવીને કેવુ લાગે? સ્ટંટ વુમને આપ્યો આ જવાબ
સૌરાષ્ટ્રના લોકમેળામાં જે ભાતીગળ રંગો જોવા મળી રહ્યાં છે દુનિયાના કોઈ મેળામાં જોવા મળતા નથી. અહીં એક તરફ આનંદ વિખરાયેલો જોવા મળે છે, તો બીજી તરફ ખાણીપીણીની જલસો... એક તરફ મોજ કરાવતી રાઈડ્સ છે તો બીજી બાજુ એવા ખેલ જે મોતના કુવામાં ખેલાય છે. ‘મોતનો કુવો’ નામ સાંભળીને જ ફફડાટ ફેલાઈ જાય છે. આ નામ સાંભળીને જ આપણને ખ્યાલ આવી જાય કે અહી જિંદગી દાવ પર મૂકી કરતબબાજો અવનવા ખેલ કરી કરે છે. જેમાં સ્ટંટબાજો જીવ સટોસટીના એવા ખેલ ખેલે કે જોનારા આંખની પલક ઝબકાવવાનું ભૂલી જાય. રાજકોટમાં 2 વર્ષ બાદ શરુ થયેલા લોકમેળામાં મોતના કૂવાને નિહાળીને લોકોમાં પણ આંનદની લાગણી છવાઈ ગઈ છે. જયારે આ મોતના કુવામાં લોકોને મનોરંજન પિરસતા કરતબબાજોને રોજીરોટી મળી છે અને તેમના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. બે વર્ષ બાદ કમાણીનો મોકો આવ્યો છે. 
Aug 19,2022, 16:30 PM IST
Breaking : 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય
સૌરાષ્ટ્રભરના લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 
Jul 23,2020, 12:55 PM IST
50 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય : સૂત્ર
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
Jun 17,2020, 15:33 PM IST

Trending news