આવતીકાલથી સૌરાષ્ટ્રમાં મિની વેકેશનનો માહોલ, પહેલીવાર રાજકોટના લોકમેળાની રાઈડ્સના રોજ ફિટનેસ ટેસ્ટ થશે
Rajkot News : રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આવતી કાલથી રસરંગ લોકમેળાનો થશે પ્રારંભ.... સાંજે 4 વાગ્યે લોકમેળાનું લોકાર્પણ કરવામાં આવશે..... રેસફોર્ષ ફરતે આવતી કાલથી 5 દિવસ વાહન પર પ્રવેશ પ્રતિબંધ.... મેળામાં રાતે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર અને માઈકની મંજૂરી...
Trending Photos
Janmashtami 2023 ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્રમાં આવતીકાલથી પાંચ દિવસ જલસાનો માહોલ રહેશે. આવતીકાલથી જન્માષ્ટમી લોકમેળાનો ભવ્ય પ્રારંભ થશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનાર રસરંગ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે. સાંજે 4 વાગ્યે લોકમેળાનું લોકાર્પણ કરવામાં આવશે. લોકમેળાને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લોકમેળામાં કોઈપણ પ્રકારનું અકસ્માત ન સર્જાય તે માટે વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, લોકમેળામાં જેટલી પણ રાઈટ્સ મૂકવામાં આવી છે તેને દરરોજનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટના લોકમેળાનું નામ આ વર્ષે રસરંગ રાખવામાં આવ્યું છે. અલગ અલગ નાની 48 રાઇટ્સ અને મોટી 44 જેટલી રાઈટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળામાં અંદાજિત 8 થી 10 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહેશે. આગામી તારીખ 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાયું છે. સઘન સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળામાં 400 થી વધારે રમકડાં, ખાણીપીણી સહિતના સ્ટોલ રાખવામાં આવ્યા છે. રાજકોટની પરંપરા મુજબ લોકમેળાને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવે છે.
લોકમેળામાં કોઈ પ્રકારની નાગરિકોને તકલીફ ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રેસકોર્ષ ફરતે આવતીકાલ થી 5 દિવસ વાહન પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ દિવસોમાં માત્ર એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડ અને સરકારી વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આભને આંબતી રાઈડ્સના હજુ ફિટનેસ સર્ટિફિકેટ બાકી છે. લોકમેળામાં રાત્રીના 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર-માઇકની મંજૂરી છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે.
લોકેમળા માટે પોલીસ બંદોબસ્ત
- 2 ACP
- 6 PI
- 37 PSI
- 123 પોલીસ મેન
- 44 મહિલા પોલીસ
- 133 હોમગાર્ડ જવાન
- 178 SRP જવાનો
- 26 મહિલા હોમગાર્ડ
રાજકોટનો લોકમેળો સૌથી વધુ આકર્ષણનો કેન્દ્ર હોય છે. આ મેળામાં 44 જેટલી નાની-મોટી રાઈડ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. સૌરાષ્ટ્રભરમાંથી 5 દિવસમાં 10 લાખ કરતા વધુ લોકો લોકમેળામાં આવે તેવી શકયતા છે. લોકમેળાનો 4 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ વખતે પ્રથમ વખત આરોગ્ય વિભાગનો ખાસ ડોમ તૈયાર, ઇમરજન્સી અથવા અકસ્માત સમયે સ્ટેન્ડ બાય તબીબો રાખવામાં આવ્યા છે. અલગ અલગ વોચ ટાવર, સીસીટીવી કેમેરા અને ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરાયા છે. તેમજ લોકમેળામાં 30 કર્મીઓને વોકી-ટોકી આપવામાં આવશે. આ ઉપરાંત 100 જેટલા ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ તૈનાત કરાયા છે. 16 વોચ ટાવર પર કેમેરામેન રાખવામાં આવશે, જે આખા મેળા પર નજર રાખશે.
સૌરાષ્ટ્રભરમાંથી આવતા લોકો માટે 17 જગ્યાએ નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આઈસ્ક્રીમ, ખાણી-પીણીના સ્ટોલ ચકરડી, ફજત ફાળકા, મોતના કુવા સાથે મનોરંજનની મજા લોકોને માણવા મળશે. મુખ્ય 4 અને 2 ઇમરજન્સી સહિત 6 ગેઇટ પર 550 થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે