મહિલા સુરક્ષા News

ગુજરાતમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ચોંકવનારા આંકડા આવ્યા સામે
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન બળાત્કારના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના 2723 બનાવો બન્યા. કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં ગૃહમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 540 બળાત્કારના બનાવો સામે આવ્યા છે તો સુરતમાં 452 બળાત્કારના બનાવો બન્યા છે. બળાત્કારના કેસમાં અનેક આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે. આ મામલે પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બે દીકરીઓના પિતા હોવાના કારણે મને ચિંતા થાય છે. બળાત્કારના કેસમાં વધારો થવા મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વયસ્ક યુવક અને યુવકી પ્રેમ પ્રકરણમાં ભાગી જાય છે. ત્યારે પરિવારજનો બળાત્કારનો ગુનો નોંધાવે છે. જેથી જે આંકડાઓ સામે આવે છે કે વાસ્તવિક નથી હોતા.
Mar 11,2020, 15:10 PM IST
વડોદરાની MSUની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પાસે રાખવા લાગી ચમચી-કાતર
સંસ્કારીનગરી કહેવાતુ વડોદરા (Vadodara) હવે સલામત રહ્યું નથી. અહીં દીકરીઓ પર અત્યાચાર (woman safety) થઈ રહ્યાં છે. વડોદરાની સગીરા પર દુષ્કર્મ થઈને અઠવાડિયું વીતી ગયું છે, છતાં હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે વિવિધ ત્રણ સ્કેચ બનાવ્યા, પણ હજુ સુધી આરોપીઓનો કોઈ અત્તોપત્તો નથી. આવામાં હવે પોતાની સુરક્ષા રાખવાની જવાબદારી ખુદ મહિલાઓએ જ નિભાવી છે. અપના હાથ જગન્નાથ... ઉક્તિને સાચી ઠેરવતી મહિલાઓ હવે પોતાની સુરક્ષા માટે પોતાની પાસે સાવચેતીના ભાગરૂપે વિવિધ વસ્તુઓ રાખતા થયા છે. આ મામલે ઝી 24 કલાક દ્વારા વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે જાણ્યું હતું.
Dec 6,2019, 15:10 PM IST

Trending news