યુવતીને અડપલા કરનાર વિકૃત યુવાન અગાઉ બે વાર ગર્લ્સ PGમાં પિત્ઝા આપવા આવ્યો હતો

મોડી રાત્રે પીજીમાં ઘૂસીને યુવતી સાથે શારીરિક અડપલા કરનાર યુવકને ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે પકડી પાડ્યો હતો. પીજીમાં યુવતીની છેડતી કરીને ભાગી જનાર ભાવિન શાહ નામનો યુવક ઓનલાઈન ફૂડ ડિલીવરી બોય નીકળ્યો હતો. ત્યારે તેણે કેવી રીતે આ સાહસ કર્યું હતું તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. ભાવિન શાહ આ પહેલા પણ યુવતીઓના પીજીમાં ગયો હતો.
યુવતીને અડપલા કરનાર વિકૃત યુવાન અગાઉ બે વાર ગર્લ્સ PGમાં પિત્ઝા આપવા આવ્યો હતો

અમદાવાદ :મોડી રાત્રે પીજીમાં ઘૂસીને યુવતી સાથે શારીરિક અડપલા કરનાર યુવકને ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે પકડી પાડ્યો હતો. પીજીમાં યુવતીની છેડતી કરીને ભાગી જનાર ભાવિન શાહ નામનો યુવક ઓનલાઈન ફૂડ ડિલીવરી બોય નીકળ્યો હતો. ત્યારે તેણે કેવી રીતે આ સાહસ કર્યું હતું તે જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. ભાવિન શાહ આ પહેલા પણ યુવતીઓના પીજીમાં ગયો હતો.

પીજીમાં ઘૂસીને મહિલાની છેડતી કરનાર ભાવિન શાહ નામનો યુવક એક ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તે અગાઉ બે વખત આરોપી બનાવવાળી જગ્યાએ પીઝા આપવા ગયો હતો. જ્યાં પણ પીજીવાળી છોકરીઓ રહે છે ત્યાં ગયો હોવાથી વિસ્તારથી પરિચિત હતો. તેથી તે આ પીજીની છોકરીઓથી બહુ જ સારી રીતે વાકેફ હતો. 

14 જૂનની રાત્રે શું બન્યું હતું...
પીજીના સંચાલક સનીભાઈએ આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, નવરંગપુરા વિસ્તારમાં આવેલ કમલનયન એપાર્ટમેન્ટમાં હું ચાર ફ્લેટમાં પીજી ચલાવુ છું. 20 વર્ષથી મારું પીજી ચાલે છે. દરેક ફ્લેટ એક વોર્ડન રાખી છે. તે દિવસે બન્યુ એમ કે, વોર્ડન બહાર ગયા હતા ત્યારે એક દીકરીને લોક કરવા કહ્યું હતું. એક સ્ટુડન્ટ તાળુ મારવાની ભૂલી ગઈ હતી. ત્યારે રાત્રે 12 વાગ્યે અજાણ્યો શખ્સ ફ્લેટમાં આવ્યો હતો. અમારે ત્યા 12 કેમેરા લાગેલા છે. સૌથી પહેલા તો આ યુવકે પીજીના ફ્લેટમાં બારીમાં ડોકિયુ કર્યું હતું. ત્યાર બાદ મોબાઈલથી વીડિયો લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક ફ્લેટનો દરવાજો ખોલ્યો, અને યુવતીને અડપલા કર્યા. યુવતી સૂતી હતી તેથી તેની હિંમત ખુલી ગઈ હતી અને તે બીજા રૂમમાં ગયો અને ત્યાં ડોકિયુ કરવા લાગ્યો. એ રૂમમાં વાંચતી સ્ટુડન્ટનું ધ્યાન ગયું. ત્યારે યુવક ભાગી ગયો હતો. આ ઘટના બાદ હવે અમે ગાર્ડ રાખ્યો છે. વોર્ડનને ધ્યાનમાં રાખીને અમે પોલીસ ફરિયાદ કરી ન હતી, તેથી હવે અમે આ મામલે ફરિયાદ કરીશું. હવે આ પછી અમે તકેદારી રાખીશું અને યુવતીઓની સુરક્ષાનું ધ્યાન રાખીશું. અમે દિવસે પણ જમાદાર રાખવાની શરૂઆત કરી દીધી છે.

આ ઘટના 14 જૂનના રોજ બની હતી, જે ગઈકાલે 19 જૂનના રોજ બહાર આવી હતી. આ મામલે અગાઉ યુવતી કે પીજીના સંચાલક દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. પરંતુ બાદમાં સમગ્ર મામલો બહાર આવતા આખરે યુવતીએ ફરિયાદ નોઁધાવી હતી. પહેલા યુવતીએ ફરિયાદ કરવાની ના પાડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા મહિલા આયોગે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. ગણતરીના કલાકોમાં પોલીસ ભાવિન શાહને પકડી પાડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાવિન શાહ મૂળ દહેગામનો વતની છે અને હાલમાં વર્ષોથી નરોડા વિસ્તારમાં રહે છે. તે તેની માતા સાથે આ વિસ્તારમાં રહે છે. પોલીસે તેને ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news