ગુજરાતમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ચોંકવનારા આંકડા આવ્યા સામે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન બળાત્કારના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના 2723 બનાવો બન્યા. કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં ગૃહમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 540 બળાત્કારના બનાવો સામે આવ્યા છે તો સુરતમાં 452 બળાત્કારના બનાવો બન્યા છે. બળાત્કારના કેસમાં અનેક આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે. આ મામલે પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બે દીકરીઓના પિતા હોવાના કારણે મને ચિંતા થાય છે. બળાત્કારના કેસમાં વધારો થવા મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વયસ્ક યુવક અને યુવકી પ્રેમ પ્રકરણમાં ભાગી જાય છે. ત્યારે પરિવારજનો બળાત્કારનો ગુનો નોંધાવે છે. જેથી જે આંકડાઓ સામે આવે છે કે વાસ્તવિક નથી હોતા.

Trending news