ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી, તેથી...’

અમદાવાદના ગર્લ્સ પીજીના કેસમાં યુવતીને અડપલા કરનાર આરોપી આખરે પકડાઈ ગયો છે. જે યુવતી સાથે આ બનાવ બન્યો હતો, તે યુવતી એટલી ગભરાઈ ગઈ હતી કે, શરૂઆતમાં તો તેણે ફરિયાદ કરવાની ના પાડી હતી. પરંતુ પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસ તપાસ અને પૂછપરછના આધારે આરોપી સુધી પહોચી શકી હતી. ત્યારે પીડિત યુવતીએ પોતાની ફરિયાદમાં શુ લખાવ્યું, તે જાણીએ.  
ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી, તેથી...’

અમદાવાદ :અમદાવાદના ગર્લ્સ પીજીના કેસમાં યુવતીને અડપલા કરનાર આરોપી આખરે પકડાઈ ગયો છે. જે યુવતી સાથે આ બનાવ બન્યો હતો, તે યુવતી એટલી ગભરાઈ ગઈ હતી કે, શરૂઆતમાં તો તેણે ફરિયાદ કરવાની ના પાડી હતી. પરંતુ પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસ તપાસ અને પૂછપરછના આધારે આરોપી સુધી પહોચી શકી હતી. ત્યારે પીડિત યુવતીએ પોતાની ફરિયાદમાં શુ લખાવ્યું, તે જાણીએ.  

યુવતીને અડપલા કરનાર વિકૃત યુવાન અગાઉ બે વાર ગર્લ્સ PGમાં પિત્ઝા આપવા આવ્યો હતો

પીડિતાએ શું કહ્યું....
પીડિતાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું કે, ‘હું નવરંગપુરા વિસ્તારમાં આવેલા કમલનયન એપાર્ટમેન્ટમાં કાર્યરત સંસ્કાર પીજીમાં રહું છું. હું છેલ્લા એક મહિનાથી અહી પીજીમાં સફાઈનું કામ કરું છું. તા.14 જૂન, 2019ના રોજ મને શરદી, ખાંસી થઈ હોવાથી હું દવા લઈ સૂઈ ગઈ. રાત્રે પોણા એક વાગ્યાના સુમારે અમારા ફ્લેટમાં રહેતી છોકરીઓ પૈકી અદિતી, આર્યા અને મારિયાનાએ મને જગાડીને જણાવ્યું કે, તમારી પાસે કોઈ અજાણ્યો યુવક આવ્યો હતો. ત્યારબાદ તે અહીંથી ભાગી ગયો હતો. આ મામલે અમે તાત્કાલિક પીજીના માલિક સન્નીભાઈને બોલાવ્યા હતા. તેમણે આવીને ફ્લેટના હોલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં દેખાયું હતું કે, હું જ્યારે હોલમાં સૂઈ રહી હતી ત્યારે આશરે 12.45 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ અમારા ફ્લેટમાં આવ્યો હતો. તેણે એક હાથથી દરવાજો પકડ્યો હતો, અને બીજા હાથથી મારી સાથે શારીરિક અડપલાં કર્યાં હતા. આ બાદ હું ગભરાઈ ગઈ હતી. મને બધાએ ફરિયાદ કરવા કહ્યું હતું, પણ મને આ ઘટનામાં કંઈ થયુ ન હોવાથી મેં ફરિયાદ કરી ન હતી. બાદમાં મીડિયાને આ બાબતની જાણ થઈ હતી. તેથી હવે હું મારી સાથે બનેલી આ ઘટનાની ફરિયાદ નોંધાવુ છું.’

14 જૂનની રાત્રે શું બન્યું હતું...
પીજીના સંચાલક સનીભાઈએ આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, નવરંગપુરા વિસ્તારમાં આવેલ કમલનયન એપાર્ટમેન્ટમાં હું ચાર ફ્લેટમાં પીજી ચલાવુ છું. 20 વર્ષથી મારું પીજી ચાલે છે. દરેક ફ્લેટ એક વોર્ડન રાખી છે. તે દિવસે બન્યુ એમ કે, વોર્ડન બહાર ગયા હતા ત્યારે એક દીકરીને લોક કરવા કહ્યું હતું. એક સ્ટુડન્ટ તાળુ મારવાની ભૂલી ગઈ હતી. ત્યારે રાત્રે 12 વાગ્યે અજાણ્યો શખ્સ ફ્લેટમાં આવ્યો હતો. અમારે ત્યા 12 કેમેરા લાગેલા છે. સૌથી પહેલા તો આ યુવકે પીજીના ફ્લેટમાં બારીમાં ડોકિયુ કર્યું હતું. ત્યાર બાદ મોબાઈલથી વીડિયો લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક ફ્લેટનો દરવાજો ખોલ્યો, અને યુવતીને અડપલા કર્યા. યુવતી સૂતી હતી તેથી તેની હિંમત ખુલી ગઈ હતી અને તે બીજા
રૂમમાં ગયો અને ત્યાં ડોકિયુ કરવા લાગ્યો. એ રૂમમાં વાંચતી સ્ટુડન્ટનું ધ્યાન ગયું. ત્યારે યુવક ભાગી ગયો હતો. આ ઘટના બાદ હવે અમે ગાર્ડ રાખ્યો છે. વોર્ડનને ધ્યાનમાં રાખીને અમે પોલીસ ફરિયાદ કરી ન હતી, તેથી હવે અમે આ મામલે ફરિયાદ કરીશું. હવે આ પછી અમે તકેદારી રાખીશું અને યુવતીઓની સુરક્ષાનું ધ્યાન રાખીશું. અમે દિવસે પણ જમાદાર રાખવાની શરૂઆત કરી દીધી છે.

બપોરે આ સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ મોડી રાત્રે પીજીમાં ઘૂસીને યુવતી સાથે શારીરિક અડપલા કરનાર યુવકને ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે પકડી પાડ્યો હતો. પીજીમાં યુવતીની છેડતી કરીને ભાગી જનાર ભાવિન શાહ નામનો યુવક ઓનલાઈન ફૂડ ડિલીવરી બોય નીકળ્યો હતો. ભાવિન શાહ મૂળ દહેગામનો વતની છે અને હાલમાં વર્ષોથી નરોડા વિસ્તારમાં રહે છે. તે તેની માતા સાથે આ વિસ્તારમાં રહે છે. પોલીસે તેને ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. તે અગાઉ બે વખત આ જ પીજીમાં પીઝા આપવા ગયો હતો. જ્યાં પણ પીજીવાળી છોકરીઓ રહે છે ત્યાં ગયો હોવાથી વિસ્તારથી પરિચિત હતો. તેથી તે આ પીજીની છોકરીઓથી બહુ જ સારી રીતે વાકેફ હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news