દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે જ કરો, ગુજરાત પોલીસની આ સલાહ ગાંઠ વાળીને યાદ કરી લો

Navratri 2024 : નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સલામતીનો પ્રશ્ન આવતા સુરત પોલીસે મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી

દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે જ કરો, ગુજરાત પોલીસની આ સલાહ ગાંઠ વાળીને યાદ કરી લો

Woman Safety In Navratri : ગુજરાતીઓનો ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રિ આવી ગઈ છે. મોડી રાત સુધી ઘરની બહાર રહીને દીકરીઓ ગરબા રમતે જતી હોય છે. આવામાં દીકરીઓની સુરક્ષા બહુ જ મહત્વની છે. ત્યારે નવરાત્રિમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓ માટે સુરત શહેર પોલીસે એક ખાસ મેસેજ આપ્યો છે. આ સંદેશ ગુજરાતની દરેક દીકરીઓ માટે કામનો છે, જે નવરાત્રિના નવ નોરતા દરમિયાન ગરબા રમવા જશે. જો દીકરીઓ આ સલાહને અનુસરશે તો સુરક્ષિત અનુભવશે. 

  • તમે જયાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.
  • ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
  • અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.
  • અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શૅર ન કરશો.
  • સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.
  • ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો.
  • કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.
  • ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા- આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો.
  • રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો

અમદાવાદના આ ગાર્ડનમાં ફ્રીમાં નહિ મળે એન્ટ્રી, ચૂકવવા પડશે રૂપિયા, અમિત શાહે કર્યું હતું ઉદઘાટન

surat_police_zee.jpg

સુરતમાં મહિલાઓની સલામતી માટે શી ટીમ ફરશે
નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરત શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજનો થતા હોય છે આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ ઝામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જયારે શેરી મહોલ્લામાં ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ ઉપરાંત શહેરમાં પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે.આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી એ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. મોટી નવરાત્રીના આયોજનોમાં શી ટિમ ફરજ બજાવશે.મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને મદદ માગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા હિન્દુ સંગઠનોએ માંગ કરી છે. બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરને હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપીને જણાવ્યું કે, નવરાત્રિમાં વિધર્મીઓ પોતાનો બદઇરાદો પાર પાડવા આવતા હોય છે. નવરાત્રિમાં બાઉન્સર અને પાસ વિતરણ વિધર્મીની દુકાનેથી થાય નહિ તેની તકેદારી રાખવાની માંગ કરી. વિધર્મીઓને પાર્ટી પ્લોટની મંજૂરી ન આપવા રજૂઆત કરાઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news