લક્ષ્મીને ઘરમાં આવકારવામાં ગુજરાતીઓ પાછળ છે, એવુ અમે નહિ, પણ આંકડા કહે છે...

લક્ષ્મીને ઘરમાં આવકારવામાં ગુજરાતીઓ પાછળ છે, એવુ અમે નહિ, પણ આંકડા કહે છે...
  •  ગુજરાતના વિકાસની વાતો તો બહુ જ થાય છે, પણ ગુજરાત ક્યાં કાચું પડે છે તે કોઈ બોલતુ નથી
  • ગુજરાતના અનેક જિલ્લામાં સ્ત્રીપુરુષ દર સમાન નથી. સાથે જ મહિલાના હેલ્થ મામલે પણ ગુજરાત બહુ જ પાછળ છે
  • અનેક સવાલોના જવાબ ઝી 24 કલાક તમને આંકડા સાથે આપી રહ્યું છે 

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી સામે ઝઝૂમતા લોકો માટે વધુ એક ચિંતા કરાવનારો સરવે સામે આવ્યો છે. સલામત, સુરક્ષિત અને સમૃદ્ધ ગણાતું ગુજરાત કયા માપદંડો પર ચાલી રહ્યું છે તેનો આ બોલતો પુરાવો છે. ગુજરાતના વિકાસની વાતો તો બહુ જ થાય છે, પણ ગુજરાત ક્યાં કાચું પડે છે તે કોઈ બોલતુ નથી. ગુજરાતમાં નવી પેઢી કુપોષણના અવસ્થામાં ઉછરી રહી છે તેવી ચોંકાવનારી માહિતી અમે સવારે આપી. ગુજરાતમાં મહિલાઓની સલામતી જ્યાં દિનપ્રતિદિન બગડી રહી છે, ત્યાં બીજી તરફ ચોંકાવનારી માહિતી મહિલાઓની જનસંખ્યાની છે. જેના પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં મહિલાઓ અંગે એ પણ માહિતી મળી કે ઘરમાં લક્ષ્મીનું સ્વાગત કરવામાં કયો જિલ્લો સૌથી પાછળ છે. ગુજરાતના અનેક જિલ્લામાં સ્ત્રીપુરુષ દર સમાન નથી. સાથે જ મહિલાના હેલ્થ મામલે પણ ગુજરાત બહુ જ પાછળ છે. 

1 હજાર પુરુષો સામે મહિલાઓની જનસંખ્યા કેટલી છે?
ગામડામાં        શહેરોમાં        કુલ        
991        929        965        
(2015-16માં આ આંકડો 950 હતો) 

છેલ્લાં 5 વર્ષમાં 1 હજાર પુરુષો સામે મહિલાઓનો જન્મદર કેટલો છે?
ગામડામાં        શહેરોમાં        કુલ        
969        931        955        
(2015-16માં આ આંકડો 906 હતો) 

20થી 24 વર્ષની કેટલી મહિલાઓનાં લગ્ન 18 વર્ષ પહેલાં થઈ ગયાં છે?
ગામડામાં        શહેરોમાં        કુલ        
26.9%        14.2        21.8%        
(2015-16માં આ આંકડો 24.9 ટકા હતો) 

25થી 29 વર્ષના કેટલા પુરુષોનાં લગ્ન 21 વર્ષ પહેલાં થઈ ગયાં છે?
ગામડામાં        શહેરોમાં        કુલ    
33.9%        18.7%        27.7%    
(2015-16માં આ આંકડો 28.4 ટકા હતો) 

પ્રત્યેક દંપતી દીઠ સરેરાશ બાળકોનો જન્મદર શું છે?
ગામડામાં        શહેરોમાં        કુલ    
2.0%        1.7%        1.9%    
(2015-16માં આ આંકડો 2.0 ટકા હતો) 

1 હજાર બાળકોના જન્મ સામે 28 દિવસથી નાનાં બાળકોનો મૃત્યુદર કેટલો છે?
ગામડામાં        શહેરોમાં        કુલ        કુલ
24.8%        16.8%        21.8%        26.8%
(2015-16માં આ આંકડો 26.8 ટકા હતો) 
            
1 હજાર બાળકોના જન્મ સામે 1 વર્ષ સુધીનાં બાળકોનો મૃત્યુદર કેટલો છે?
ગામડામાં        શહેરોમાં        કુલ        
35.5%        24.1%        31.2%        
(2015-16માં આ આંકડો 34.2 ટકા હતો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news