ભગવાન શિવ News

શ્રાવણ મહિનો શરૂ,  કોરોનાને કારણે દૂરથી ભોળેશંકરને પૂજવા પહોંચ્યા ભક્તો
જીવન શિવના એક આકારનો મહાપર્વ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ ત્યારે શિવ ભક્તો ગુજરાતભરના શિવમંદિરોમાં ઉમટી પડ્યાં છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું અભૂતપૂર્વ મહત્વ છે. શ્રાવણ મહિનો આવતા જ સમગ્ર ધરતી લીલા રંગમાં સજી જાય છે. આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી છે. પરંતુ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે. 
Jul 21,2020, 8:58 AM IST
શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે સોમનાથ મંદિરમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
કોરોના ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ગુજરાતભરના શિવ મંદિરોમાં આજે ભક્તો માટે અનેરો દિવસ છે. ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ સોમનાથના મંદિર (somnath temple) નું હોય છે. પરંતું ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે કોવિડની ગાઈડલાઇનના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ જામી હતી. તો સાથે જ ધક્કામુક્કી અને ટોળા થવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોતા રહી ગયા. કોવિડની ગાઈડલાઇનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટ અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. 
Jul 21,2020, 8:33 AM IST
શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર (somnath temple)ના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવળશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. રાજ્ય સરકારના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઇડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરુર પડે તો જે-તે જીલ્લા કલેક્ટર પોતાના જિલ્લાની સ્થિતિ મુજબ નોટિફિકેશન બહાર પાડી શકશે.
Jul 19,2020, 7:52 AM IST

Trending news