અદભૂત સ્વરૂપમાં પ્રગટ થયા બાબા બર્ફાની, શું આતંકીઓનો હવે સર્વનાશ થશે?

એવું કહે છે કે ભગવાન શંકરની લીલા અપરંપાર છે. ભોલેનાથ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો દુનિયાની ગમે તે નકારાત્મક ઉર્જાનો સર્વનાશ નિશ્ચિત છે.

અદભૂત સ્વરૂપમાં પ્રગટ થયા બાબા બર્ફાની, શું આતંકીઓનો હવે સર્વનાશ થશે?

શ્રીનગર: એવું કહે છે કે ભગવાન શંકરની લીલા અપરંપાર છે. ભોલેનાથ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો દુનિયાની ગમે તે નકારાત્મક ઉર્જાનો સર્વનાશ નિશ્ચિત છે. આતંકીઓના નાપાક મનસૂબાઓને જોતા ભોલેના ભક્તોને અપીલ કરાઈ છે કે આ યાત્રા રોકીને પાછા ફરો. રસ્તામાં જ્યાં કઈ હોવ ત્યાંથી પોતાના આરાધ્યને હાથ જોડીને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરો. આ વખતે બાબા બર્ફાની સંપૂર્ણ સ્વરૂપમાં જોવા મળી રહ્યાં છે. 

કહેવાય છે કે લાંબા સમય બાદ ભોલેનાથ આટલા વિસ્તાર સ્વરૂપમાં જોવા મળી રહ્યાં છે. શિવભક્તોની આસ્થા છે કે બાબા બર્ફાની આમ જ કઈ સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ નથી થયાં. ભક્તો માને છે કે ભોલેનાથ જરૂર ઈચ્છશે કે કઈંક એવું થાય જેનાથી માનવ જાતિનું કલ્યાણ થાય. 

આ તસવીરને જોવું એ કોઈ પણ શિવ ભક્ત માટે સૌભાગ્યની વાત હશે. બાબા બર્ફાની પૂર્ણ સ્વરૂપમાં જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી બાબા બર્ફાની યાત્રા પૂરી થયા પહેલા જ વિલય થઈ જતા હતાં પરંતુ આ વખતે સુરક્ષા કારણોસર શ્રદ્ધાળુઓને અધવચ્ચે જ ઘરે પાછા ફરવાની અપીલ કાઈ છે. અત્રે જણાવવાનું કે આમ તો અધિકૃત રીતે અમરનાથ યાત્રા શ્રાવણ મહિનાની પૂર્ણીમા રક્ષા બંધન એટલે કે 15મી ઓગસ્ટના રોજ પૂરી થવાની છે. 

ધર્મ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શંકરની જ્યારે ત્રીજી આંખ ખુલે છે ત્યારે રાક્ષસી પ્રવૃત્તિના લોકોનો સર્વનાશ થાય છે. આવા સમયે જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સૌથી મોટો રાક્ષસ આતંક અને આતંકીઓ છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ભગવાન શંકર કોઈ પ્રકારે તેમનો સર્વનાશ કરશે અને જમ્મુ તથા કાશ્મીરમાં ફરીથી અમન અને શાંતિ બહાલ થઈ શકશે. 

જુઓ LIVE TV

અમરનાથ મુસાફરી પર આતંકનો ઓછાયો
જમ્મુ - કાશ્મીરમાં વધારાનાં સુરક્ષાદળોને ફરજ પર મુકાયા છે. રાજ્ય પોલીસનાં ડીજી દિલબાગ સિંહે કહ્યું કે, ઇનપુટ મળી રહ્યા છે કે ખીણમાં આતંકવાદીઓ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે, એટલા માટે અમે ગ્રાઉન્ડ પર ગ્રિટને મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓએ ખીણનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓની પાસે એમ-24 રાઇફલ પણ જપ્ત કરવામાં આવી છે. જેના પગલે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર પણ મોટો હુમલો થવાની શક્યતાને પગલે તમામ યાત્રીઓને પર બોલાવી લીધા છે. જમ્મુ કાશ્મીર પોલીસ ડીજી દિલબાગ સિંહે આ અંગે આદેશ આપતા તમામ યાત્રીઓને પરત બોલાવી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે. સ્નાઇપર રાઇફલ મળી આવ્યા બાદ તકેદારીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.

કાશ્મીરમાંથી જપ્ત થઇ પાકિસ્તાનના સિક્કાવાળી ક્લેમોર માઇન, ષડયંત્રનો પર્દાફાશ
કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ પાસે પહેલીવાર ક્લોમોર માઇન (CLAYMORE MINE) મળવાથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ માઇન અમરનાથ યાત્રાનાં માર્ગ પર શેષનાગ નજીકનાં રસ્તા પાસે મળી. આ માઇન પર પાકિસ્તાન ઓર્ડિનેંસ ફેક્ટ્રીનો સિક્કો લાગેલો છે. સુત્રોએ માહિતી આપી કે હથિયારની સ્થિતી જોતા લાગે છે કે તેને થોડા સમય પહેલા અહીં છુપાવાઇ હતી. 

ક્લોરોમોર માઇનનો ઉપયોગ નક્સલવાદીઓએ તો કર્યો છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદીઓ પાસે આ પહેલી વાર માઇન મળી છે. એવી માઇનનો ઉપયોગ સેનાઓ કરે છે. 2014માં નિયંત્રણ રેખા પર સૌજિયા નજીક પાકિસ્તાની સેનાએ આવી જ એક માઇન લગાવી હતી, જેમાં બે લોકો ઠાર મરાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news