આ વખતે શ્રાવણ મહિના પર અદભૂત સંયોગ રચાઈ રહ્યો છે

શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, જેનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, ભક્તિ અને આરાધના થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પાવન મહિનો ભગવા શિવનો હોય છે અને જે પણ કોઈ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, તેની તમામ મનોકામના પૂરી થાય છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને મનોકામના પૂર્ણ કરવાનો મહિનો કહેવાય છે. આ વર્ષે આ મહિનો 6 જુલાઈથી શરૂ થાય છે. તે પણ એક અદભૂત સંયોગની સાથે.... 
આ વખતે શ્રાવણ મહિના પર અદભૂત સંયોગ રચાઈ રહ્યો છે

ઝી મીડિયા/બ્યૂરો :શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, જેનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, ભક્તિ અને આરાધના થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પાવન મહિનો ભગવા શિવનો હોય છે અને જે પણ કોઈ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, તેની તમામ મનોકામના પૂરી થાય છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને મનોકામના પૂર્ણ કરવાનો મહિનો કહેવાય છે. આ વર્ષે આ મહિનો 6 જુલાઈથી શરૂ થાય છે. તે પણ એક અદભૂત સંયોગની સાથે.... 

આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ રહી છે. તેમનો મહિનાનો અંત પણ સોમવારથી થઈ રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાની શરૂઆત અને અંત સોમવારથી થવુ શુભ માનવામાં આવે છે. 

ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, કોવિડની ટ્રીટમેન્ટમાં વપરાતા ઈન્જેક્શનો અપાયા    

આ શ્રાવણમાં પાંચ સોમવારના વ્રત હશે. આ વ્રતમાંથી ત્રણ કૃષ્ણ પક્ષ અને બે શુક્લ પક્ષમાં રહેશે. આ શ્રાવણની ખાસિયત એ છે કે, આ વખતે ભાઈબહેનોનો પ્રિય તહેવાર રક્ષાબંધન શ્રાવણના અંતિમ સોમવાર એટલે કે 3 ઓગસ્ટના રોજ પડી રહ્યો છે. 

આ શ્રાવણ મહિનાની શરૂઆત 6 જુલાઈથી થઈ રહી છે. શ્રાવણનો બીજો સોમવાર 13 જુલાઈ, ત્રીજો સોમવાર 20 જુલાઈ, ચોથો સોમવાર 27 જુલાઈ અને 3 ઓગસ્ટના રોજ શ્રાવણનો છેલ્લો સોમવારા આવી રહ્યો છે. 

કોરોનાએ માથુ ઉંચકતા અમરેલીમાં 144 ધારા લાગુ કરાઈ, તો કચ્છમાં કોરોનાના આંકમાં ઉછાળો

શ્રાવણ મહિનાના સોમવારના રોજ સોમવારે જલ્દી ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો. શિવમંદિર જઈને ભગવાન શિવ પર અભિષેક કરો. આ વર્ષે જો તમે કોરોના મહામારીને પગલે મંદિરમાં ન જઈ શકો તો ઘરમાંજ  ભગવાન શિવની આરાધના કરો. ભગવાન શિવની સાથે જ માતા પાર્વતી અને નંદીની પણ પૂજા કરો. 

ભગવાન શિવનો પંચામૃતથી રુદ્રાભિષેક કરો અને બીલ પત્ર અર્પિત કરો. શિવલિંગ પર ધતૂરો, ચોખા, ભાંગ ચઢાવો. પ્રસાદના રૂપમાં ભગવાન શિવને ઘી-ખાંડનો ભોગ ચઢાવો. ધૂપ, દીપથી ભગવાન શિવની આરતી કરો અને પ્રસાદ વિતરણ કરો. 

ધ્યાન રાખો કે,  ભગવાન શિવી પૂજામાં કેતકીના ફૂલનો ઉપયોગ ન કરો. આ ઉપરાંત પ્રયાસ કરો કો તાંબાના વાસણથી જ ભગવાન શિવને અભિષેક કરો. એવી માન્યતા છે કે, સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં તમામ પરેશાનીઓથી છૂટકારો મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news