Monday Upay: ફાગણ મહિનાના પહેલા સોમવારે કરો આ ઉપાય, ભગવાન શિવ થશે પ્રસન્ન, પૂરી થશે દરેક મનોકામના
Somvar Upay: આજે 6 ફેબ્રુઆરી 2023 અને સોમવાર છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો પર કૃપા વરસાવે છે.
Trending Photos
Somvar Upay: આજે વર્ષ 6 ફેબ્રુઆરી 2023, ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ સોમવાર અને ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રથમ તિથિ છે. હિંદુ સનાતન ધર્મમાં, સોમવાર દેવોના દેવ મહાદેવ શિવજીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથ તેમજ માતા પાર્વતીની સાચા મનથી પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી થતી.
સોમવાર ભગવાન ભોલેનાથને પણ પ્રિય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો સોમવારનું વ્રત પણ રાખે છે. માન્યતા અનુસાર સોમવારનો ઉપવાસ કરવાથી ઈચ્છિત જીવનસાથી મળે છે અને જો કોઈ વ્યક્તિના લગ્નમાં વિલંબ થતો હોય તો સોમવારનો વ્રત રાખવાથી અને ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી પણ લગ્ન જલ્દી થાય છે.
સોમવારના દિવસે સવારે વહેલા સ્નાન કરીને શિવ મંદિરમાં જઈને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શિવજીને પ્રસન્ન કરવા માટે સોમવારે વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો :
સોમવારે કરો આ ખાસ ઉપાય
-સોમવારે ભોલેનાથની પૂજા કરવાની સાથે સાથે સફેદ, લીલા કે પીળા વસ્ત્રો પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે.
- સોમવારે ભગવાન શિવને ગંગાજળ ચઢાવીને અક્ષત અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
- બીલીપત્ર અને ધતુરા ભગવાન શિવને ખૂબ પ્રિય છે. માટે સોમવારે મહાદેવને બીલીપત્ર અને ધતુરા અર્પણ કરવાથી વેપારમાં વૃદ્ધિની સાથે નોકરી અને શિક્ષણમાં પણ ઝડપી સફળતા મળે છે.
- ઘણી મહેનત કર્યા પછી પણ જો તમને આર્થિક તંગીમાંથી મુક્તિ નથી મળતી તો સોમવારે 'ઓમ નમઃ શિવાય' મંત્રનો 108 વાર જાપ કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
- સોમવારે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે.
- દૂધમાં સાકર ભેળવીને સોમવારે શિવલિંગ પર અર્પણ કરવાથી બાળકોનું મન અભ્યાસમાં તેજ બને છે અને તેમને સફળતા મળવા લાગે છે.
- માનવામાં આવે છે સોમવારે શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
-સોમવારે શિવલિંગ પર જવ અર્પિત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
-સોમવારના દિવસે શિવલિંગ પર કેસર મિશ્રિત જળ અર્પિત કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને જલ્દી લગ્ન સુખ પ્રાપ્ત થાય છે.
-વહેલા લગ્ન માટે કે ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે સોમવારે શિવલિંગની સામે 5 નારિયેળ અર્પિત કરવા અને રુદ્રાક્ષની માળા સાથે 'ઓમ શ્રી વર પ્રદાય શ્રી નમઃ' મંત્રનો જાપ કરવાથી મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે.
આ પણ વાંચો :
( અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. zee24કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે