हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાળક તરછોડ્યું
બાળક તરછોડ્યું News
Nadiad
દત્તક લઈને ફરી તરછોડી દેવાયેલા બાળકની દર્દભરી કહાની, પાલક માતાને દયા પણ ન આવી
ગાંધીનગરમાં ગૌશાળા બહાર બાળકને તરછોડાવાનો મામલો હજુ તાજો જ છે. ત્યાં વધુ એક બાળકને તરછોડી દેવાયું છે. જો કે આ બાળકની દર્દભરી કહાની સાંભળશો તો તમે પણ ધ્રૂજી જશો. વડોદરાની મહિલાએ બાળકને દત્તક લીધું હતું, પરંતુ બાળકને જીવલેણ બીમારી હોવાથી તરછોડી દીધુ હતું.
Nov 13,2021, 11:43 AM IST
Nadiad
નડિયાદ : અનાથ આશ્રમની બહાર તરછોડાયુ બાળક, કોણે માસુમની કરી આવી હાલત?
ગુજરાતમાં બાળકોને ત્યજી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ કોઈ ને કોઈ શહેરમાં બાળકોને રસ્તે રઝળતા મૂકી દેવાય છે. જેમાં બાળકીઓનું પ્રમાણ વધુ છે. ત્યારે બુધવારે મોડી રાત્રે નડિયાદમાં અનાથાશ્રમની બહાર નવજાત બાળકને તરછોડાયું છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતા હૉસ્પિટલ ખસેડાયું હતું. બાળકના વાલીની પોલીસ શોધખોળ કરી રહી છે.
Nov 11,2021, 8:28 AM IST
gandhinagar
સ્મિતને તરછોડનાર આરોપી પિતાને ગાંધીનગર કોર્ટે આપ્યા જામીન
ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં બાળકને તરછોડવાના કેસમાં આરોપી સચિન દિક્ષિતના જામીન અરજી મંજુર 15 હજારના બોન્ડ પર ગાંધીનગર કોર્ટે જામીન આપ્યા છે. આજે બાળકને તરછોડવાના કેસમાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સચિન દિક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સચિન (Sachin Dixit) ના વકીલે રજૂઆત કરી હતી કે, આ ગુનામાં સચિન સામે જે કલમ ઉમેરવામાં આવી છે, તે ખોટી છે. તેની સામે નામજોગ કોઈ ફરિયાદ થઈ નથી. તેના આધારે ધરપકડ કરાઈ હતી. જે કલમ લગાવાઈ તે આ કેસમાં લાગુ પડતી નથી. ગાંધીનગર કોર્ટે આ દલીલો માન્ય રાખીને જામીન આપ્યા છે. તો બીજી તરફ, પત્ની હીનાના હત્યા કેસમાં સચિન દીક્ષિતની વડોદરા પોલીસે ધરપકડ કરી છે, હવે સચિનને વડોદરા કોર્ટમાં રજૂ કરાશે.
Oct 14,2021, 14:32 PM IST
gandhinagar
શિવાંશની રિયલ માતાનો થયો ખુલાસો, જેના સચિન સાથે હતા લગ્ન બાદના સંબંધ
ગાંધીનગરમાં તરછોડાયેલા માસુમ શિવાંશને ખબર પણ નથી કે આખરે તેના સંબંધીઓએ તેની સાથે શુ ખેલ ખેલ્યો છે. 20 કલાક માતાપિતા વગર તરછોડાયેલા શિવાંશના વાલીનુ આખરે પગેરુ મળી ગયુ છે. તેના પિતા સચિન દિક્ષિતનો ભાંડો ફૂટી ગયો છે. પરંતુ હવે શિવાંશની રિયલ માતાની માહિતી પણ સામે આવી છે. શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે. સચિનની પ્રેમિકા અને શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનો ખૂલાસો થયો છે. તો બીજી તરફ, સચિનની પત્ની પહેલે જ પોલીસે કહી ચૂકી છે કે તે શિવાંશની માતા નથી અને બાળક વિશે તે કંઈ જાણતી નથી. મહેંદી અને સચિન બંને એક જ ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
Oct 10,2021, 12:53 PM IST
gandhinagar
શિવાંશના પિતા મળ્યા : પૂછપરછમાં આજે મોટા ભેદ ખૂલશે, પત્નીએ પતિના લફરા અને બાળક વિશે
ગાંધીનગરના પેથાપુરમાંથી તરછોડેલા બાળકના પિતા સચિન દિક્ષિતને પોલીસે દબચી લીધો છે. સચિનની પત્નીને સાથે રાખી પોલીસે હવે તપાસ કરશે. પ્રણય ત્રિકોણમાં ખુદ પિતાએ જ બાળકને તરછોડ્યો હતો તે ભેદ હવે ખૂલી ગયો છે. શિવાંશ નામના બાળકને તરછોડી દેવાના કિસ્સામાં ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતની રાજસ્થાન કોટાથી અટકાયત કરી છે. ગાંધીનગર પોલીસની હાજરીમાં સેક્ટર 26 માં આવેલા ગ્રીન સિટીના મકાન ખાતે પંચનામુ થઇ રહ્યું છે. આરોપી સચીન દીક્ષિતની પત્નીની પણ મેરેથોન પૂછપરછ કરવામાં આવશે. પોલીસની ટીમ પેથાપુર ગૌશાળાથી તમામ લોકેશનની હકીકત મેળવવા સચિન દીક્ષિતને સાથે રાખી પૂછપરછ કરશે. ત્યારે હવે આ કેસમાં મોટા ભેદ ખૂલશે અને અનેક મોટા ઘટસ્ફોટ થશે.
Oct 10,2021, 11:02 AM IST
gandhinagar
કોણ છે દિપ્તી પટેલ, જે ખરા અર્થમાં તરછોડાયેલા સ્મિતના ‘જશોદા’ બન્યા
સ્મિત મળ્યાના 17 કલાક બાદ પણ તેઓ સ્મિતને છોડીને ગયા નથી. નાનકડો સ્મિત પણ જાણે માતાની હૂંફ હોય તેમ તેમનો ખોળો છોડી નથી રહ્યો.
Oct 9,2021, 14:52 PM IST
gandhinagar
ગૃહમંત્રીની અપીલ, બાળકના વાલીને શોધવા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરો
ગાંધીનગર (gandhinagar) માં તરછોડાયેલા બાળક મામલે હાલ પોલીસ પણ ગૂંચવાઈ છે. આખરે કેમ ક્યાંયથી પણ બાળકના વાલીનો કોઈ સંપર્ક થઈ નથી રહ્યો છે. પોલીસ ગાંધીનગરના સીસીટીવી ફંગોળી રહી છે, જેથી માસુમના માતાપિતા સુધી પહોંચી શકાય. પરંતુ હજી સુધી કોઈ સમાચાર મળ્યા નથી. તો બીજી તરફ, ગાંધીનગરમાં તરછોડાયેલા આવેલા બાળકને દત્તક લેવા માટે સરવાણી ફૂટી છે. અનેક લોકો બાળકને જોવા અને તેને દત્તક લેવાની માહિતી મેળવવા સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી (Harsh Sanghvi) પણ બાળકને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
Oct 9,2021, 12:47 PM IST
gandhinagar
તરછોડાયેલા માસુમના માવતરને શોધવા ગૃહરાજ્યમંત્રીના આદેશ, પોલીસ પણ એક્ટિવ થઈ
ગાંધીનગર (Gandhinagar) મા મળી આવેલ બાળક સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. દોઢ વર્ષનું માસુમ બાળક મળી આવ્યાના 14 કલાકથી વધુ સમય વીતી ગયા છતા હજી સુધી તેના પરિવારની કોઈ માહિતી મળી નથી. ત્યારે આ ચિંતાજનક બાબત છે કે, આખરે આ બાળકનો પરિવાર કોણ છે અને તેમની સાથે શુ થયું છે. આખરે કેમ બાળકનો પરિવાર તેને શોધવા માટે સામે નથી આવી રહ્યો. આ માસુમ પણ રડમસ ચહેરે જનેતાની રાહ જોઈ રહ્યો છે. ભારતમાં બાળકીઓ ત્યજી દેવાના અનેક કિસ્સાઓ છાશવારે થતા રહે છે, પરંતુ હવે તો બાળકોને પણ ત્યજી દેવાના કિસ્સા બની રહ્યાં છે. આવામાં હવે ગુજરાત સરકાર (gujarat government) તરફથી જ બાળકના માવતરને ઝડપથી શોધવા આદેશ અપાયા છે. બાળકનું અપડેટ મેળવવા ખુદ ગૃહરાજ્ય મંત્રી (home minister) મોડી રાત સુધી જાગ્યા હતા.
Oct 9,2021, 12:05 PM IST
gandhinagar
આ માસુમ પૂછે છે સવાલ, 12 કલાક બાદ પણ કેમ મને કોઈ લેવા ન આવ્યું?
નવરાત્રિના બીજા નોરતે ગાંધીનગર પાસેના પેથાપુર સ્વામીનારાયણ મંદિર પાસે શુક્રવારે રાતે સાડા નવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ બાળકના માતાપિતાને શોધવા માટે ઝી 24 કલાક દ્વારા મુહીમ શરૂ કરવામાં આવી છે. સવારથી બાળકને માનવતા દાખવતા 200 થી વધુ ફોન આવી ચૂક્યા છે, પરંતુ 12 કલાકના ગાળામાં હજી સુધી આ માસુમના માતાપિતાની ભાળ મળી નથી. આખરે આ બાળક કોણ છે તે સવાલ ઉઠી રહ્યો છે. 12 કલાકના ગાળા બાદ પણ કેમ ક્યાંયથી બાળકના મિસિંગ હોવાની કે અન્ય કોઈ માહિતી મળી નથી. આ બાળક અન્ય રાજ્યનું હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે.
Oct 9,2021, 9:00 AM IST
gandhinagar
ગાંધીનગરમાં માસુમ બાળકને તરછોડી દેવાની હચમચાવી દેતી ઘટના, ZEE 24 કલાકની મદદની અપીલ
ગાંધીનગર (gandhiangar) ના પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની છે. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું છે. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આવામાં ZEE 24 કલાક લોકોને અપીલ કરે છે કે બાળક વીશે કોઈને પણ માહિતી મળે તો અમારો સંપર્ક કરે. ફૂલ જેવા આ કુમળા બાળકને ન્યાય અપાવવો એ જ ZEE 24 કલાકની મૂહિમ છે. અનેક લોકો આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કેટલાક લોકો બાળકની સ્થિતિ જાણીને રડી પડ્યા હતા. તો રાજકોટના એક પૂજારીએ બાળકને દત્તક લેવાની તૈયારી બતાવી છે.
Oct 9,2021, 7:22 AM IST
Trending news
vigintile aspect
31 ડિસેમ્બરે બદલશે 5 રાશિઓનું ભાગ્ય,શુક્ર-શનિના અદ્ભુત યોગથી સોનાની જેમ ચમકશે કિસ્મત
UPI transaction
નવા વર્ષમાં બદલાશે આ 8 મોટા નિયમો, મધ્યમ વર્ગ પર પડશે સીધી અસર! ચેક કરો લિસ્ટ
ISRO
નવા વર્ષ પહેલા ISROએ રચ્યો ઈતિહાસ, Spadexનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત
gujarat police
નવા વર્ષે આવકારવા માટે યુવાનોમાં થનગનાટ, રાજ્યભરમાં થશે ઉજવણી, પોલીસ તંત્ર પણ સજ્જ
2025 numerology predictions
અંક શાસ્ત્રથી જાણો કેવું રહેશે મૂળાંક 1થી લઈને મૂળાંક 9 સુધીના જાતકોનું નવું વર્ષ
Ahmedabad News
અમદાવાદનો આ બ્રિજ 2 જાન્યુઆરીથી વાહન વ્યવહાર માટે થશે બંધ, જાણો લો વૈકલ્પિક માર્ગ
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે આ રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ, બહાર નિકળતા પહેલા જાણી લો વિગત
New Year 2025
1 જાન્યુઆરીએ કરી લો આ 5 કામ, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ
Shweta Tiwari
'મારી દીકરી દર ત્રીજા છોકરાને..' ઈબ્રાહિમ અલી-પલકના અફેર અંગે શ્વેતા તિવારીનો ખુલાસો
lifestyle
રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો થઈ શકે છે ત્વચાને આ મોટા નુકસાન