આ માસુમ પૂછે છે સવાલ, 12 કલાક બાદ પણ કેમ મને કોઈ લેવા ન આવ્યું?

નવરાત્રિના બીજા નોરતે ગાંધીનગર પાસેના પેથાપુર સ્વામીનારાયણ મંદિર પાસે શુક્રવારે રાતે સાડા નવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ બાળકના માતાપિતાને શોધવા માટે ઝી 24 કલાક દ્વારા મુહીમ શરૂ કરવામાં આવી છે. સવારથી બાળકને માનવતા દાખવતા 200 થી વધુ ફોન આવી ચૂક્યા છે, પરંતુ 12 કલાકના ગાળામાં હજી સુધી આ માસુમના માતાપિતાની ભાળ મળી નથી. આખરે આ બાળક કોણ છે તે સવાલ ઉઠી રહ્યો છે. 12 કલાકના ગાળા બાદ પણ કેમ ક્યાંયથી બાળકના મિસિંગ હોવાની કે અન્ય કોઈ માહિતી મળી નથી. આ બાળક અન્ય રાજ્યનું હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે. 

ઝી મીડિયા/બ્યૂરો :નવરાત્રિના બીજા નોરતે ગાંધીનગર પાસેના પેથાપુર સ્વામીનારાયણ મંદિર પાસે શુક્રવારે રાતે સાડા નવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ બાળકના માતાપિતાને શોધવા માટે ઝી 24 કલાક દ્વારા મુહીમ શરૂ કરવામાં આવી છે. સવારથી બાળકને માનવતા દાખવતા 200 થી વધુ ફોન આવી ચૂક્યા છે, પરંતુ 12 કલાકના ગાળામાં હજી સુધી આ માસુમના માતાપિતાની ભાળ મળી નથી. આખરે આ બાળક કોણ છે તે સવાલ ઉઠી રહ્યો છે. 12 કલાકના ગાળા બાદ પણ કેમ ક્યાંયથી બાળકના મિસિંગ હોવાની કે અન્ય કોઈ માહિતી મળી નથી. આ બાળક અન્ય રાજ્યનું હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે. 

સીસીટીવીમાં દેખાતો માણસ કોણ

1/7
image

12 કલાક વીત્યા બાદ પણ ગાંધીનગર પોલીસના આ મામલે કોઈ અપડેટ સામે આવ્યા નથી.  12 કલાક વિત્યા બાદ પણ આ માસુમને લેવા કોઈ આગળ ન આવ્યું નથી. બાળકને તરછોડી દેવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં બાળકને મૂકી જનાર શખ્સ એકદમ સ્પષ્ટ દેખાય છે. આ માણસ ભારે સિફતપૂર્વક બાળકને ચૂપકીથી લઈને આવે છે. સ્વામીનારાયણ મંદિર પાસે આસપાસ કંઈ છે કે નહિ તે તપાસે છે. અને ગણતરીની મિનિટોમાં જ બાળકને અંધારામાં રડતુ મૂકીને જતો રહે છે. 

2/7
image

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું કે, આ પ્રકારે બાળકને તરછોડાયુ છે. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. બાળકને મૂકનાર શખ્સને જલ્દી જ પકડી લઈશું. હું ખાતરી આપુ છું કે આરોપીને સજા કરવામાં આવશે.

જલ્દી જ તેના માતાપિતાને શોધીશું - ગાંધીનગર એસપી

3/7
image

ગાંધીનગર એસપી મયુર ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, પોલીસે તપાસ હાથ ધરી છે. આજુબાજુના લોકોના સહકારથી બાળકને સારી જગ્યાએ લઈ જાવય છે. કોણ મૂકી ગયુ, અને કયા કારણોસર મૂકી ગયુ તે તપાસ. કયા ડિરેક્શનમાંથી આવ્યો હતો તે પણ તપાસીશું. સોસાયટીના રહીશોએ જોયા બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, વિવિધ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા મારફત લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ માહિતી હોય તો અમને જાણ કરે. જલ્દીમાં જલ્દી બાળકને તેના માતાપિતા મળે તેવો અમારો પ્રયાસ રહેશે.   

ZEE 24 કલાકની મુહિમ

4/7
image

માસુમ બાળકને ન્યાય અપાવવાની આ મુહિમમાં ZEE 24 કલાક અપીલ કરે છે કે, આ માસુમ વિશે કંઈ પણ માહિતી મળે તો અમારો સંપર્ક કરી શકો છો. 079-40602089 પર અમારો સંપર્ક કરો. 

5/7
image

 ZEE 24 કલાક લોકોને અપીલ કરે છે કે બાળક વીશે કોઈને પણ માહિતી મળે તો અમારો સંપર્ક કરે. ફૂલ જેવા આ કુમળા બાળકને ન્યાય અપાવવો એ જ ZEE 24 કલાકની મૂહિમ છે. અનેક લોકો આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કેટલાક લોકો બાળકની સ્થિતિ જાણીને રડી પડ્યા હતા. તો રાજકોટના એક પૂજારીએ બાળકને દત્તક લેવાની તૈયારી બતાવી છે. 

6/7
image

રઝળતા મળી આવેલા બાળકને હાલ સિવિલિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક તારણમાં તો બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જેથી બાળકને પિડ્યાટ્રિક વિભાગમાં રાખવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે કે આવા કળિયુગી માતા-પિતા કોણ છે. ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતી હાલતમાં મૂકવા નિષ્ઠુર માતા-પિતાનો જીવ કેમ ચાલ્યો. અત્યાર સુધી પૂત્રની ઘેલછામાં બાળકીઓને ત્યજી દેવાની ઘટના બનતી હતી. પરંતુ હવે કળિયુગી માતા-પિતા બાળકોને પર રસ્તે રઝળતા કેમ છોડી રહ્યા છે. 

7/7
image

આખરે આ માસૂમનો શું વાંક છે. કેમ બાળકને રસ્તે રઝળતું મૂકવું પડ્યું. એવું તો શું થઈ ગયું કે રાતના અંધારમાં બાળકને આમ તરછોડવામાં આવ્યું. કોણ છે બાળકના માતા-પિતા. ક્યારે મળશે માસૂમને તેના માતા-પિતા. હાલ તો સમગ્ર ઘટનાને લઈ બાળકને મૂકી જનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પોલીસ પણ સીસીટીવીમાં દેખાતા શખ્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે.