શિવાંશના પિતા મળ્યા : પૂછપરછમાં આજે મોટા ભેદ ખૂલશે, પત્નીએ પતિના લફરા અને બાળક વિશે અજાણ હોવાનું કહ્યું

ગાંધીનગરના પેથાપુરમાંથી તરછોડેલા બાળકના પિતા સચિન દિક્ષિતને પોલીસે દબચી લીધો છે. સચિનની પત્નીને સાથે રાખી પોલીસે હવે તપાસ કરશે. પ્રણય ત્રિકોણમાં ખુદ પિતાએ જ બાળકને તરછોડ્યો હતો તે ભેદ હવે ખૂલી ગયો છે. શિવાંશ નામના બાળકને તરછોડી દેવાના કિસ્સામાં ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતની રાજસ્થાન કોટાથી અટકાયત કરી છે. ગાંધીનગર પોલીસની હાજરીમાં સેક્ટર 26 માં આવેલા ગ્રીન સિટીના મકાન ખાતે પંચનામુ થઇ રહ્યું છે. આરોપી સચીન દીક્ષિતની પત્નીની પણ મેરેથોન પૂછપરછ કરવામાં આવશે. પોલીસની ટીમ પેથાપુર ગૌશાળાથી તમામ લોકેશનની હકીકત મેળવવા સચિન દીક્ષિતને સાથે રાખી પૂછપરછ કરશે. ત્યારે હવે આ કેસમાં મોટા ભેદ ખૂલશે અને અનેક મોટા ઘટસ્ફોટ થશે. 

શિવાંશના પિતા મળ્યા : પૂછપરછમાં આજે મોટા ભેદ ખૂલશે, પત્નીએ પતિના લફરા અને બાળક વિશે અજાણ હોવાનું કહ્યું

મૌલિક ધામેચા/અમદાવાદ :ગાંધીનગરના પેથાપુરમાંથી તરછોડેલા બાળકના પિતા સચિન દિક્ષિતને પોલીસે દબચી લીધો છે. સચિનની પત્નીને સાથે રાખી પોલીસે હવે તપાસ કરશે. પ્રણય ત્રિકોણમાં ખુદ પિતાએ જ બાળકને તરછોડ્યો હતો તે ભેદ હવે ખૂલી ગયો છે. શિવાંશ નામના બાળકને તરછોડી દેવાના કિસ્સામાં ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતની રાજસ્થાન કોટાથી અટકાયત કરી છે. ગાંધીનગર પોલીસની હાજરીમાં સેક્ટર 26 માં આવેલા ગ્રીન સિટીના મકાન ખાતે પંચનામુ થઇ રહ્યું છે. આરોપી સચીન દીક્ષિતની પત્નીની પણ મેરેથોન પૂછપરછ કરવામાં આવશે. પોલીસની ટીમ પેથાપુર ગૌશાળાથી તમામ લોકેશનની હકીકત મેળવવા સચિન દીક્ષિતને સાથે રાખી પૂછપરછ કરશે. ત્યારે હવે આ કેસમાં મોટા ભેદ ખૂલશે અને અનેક મોટા ઘટસ્ફોટ થશે. 

શિવાંશને તરછોડનાર પિતાની રાજસ્થાનના કોટાથી આખરે ધરપકડ કરવામા આવી છે. બાળકને મૂકી જનારને શોધવા માટે ગાંધીનગર પોલીસે મેરેથોન કવાયત હાથ ધરી હતી. સ્વામીનારાયણ ગૌશાળાની આસપાસના ત્રણ માર્ગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારના ત્રણ મોબાઇલ ટાવરમાં બાળક મૂકવામાં આવ્યું તે સમયના મોબાઈલ લોકેશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. 9 માસના બાળકના વાલીને શોધવા માટે 100 જેટલા પોલીસ કર્મચારીઓ શનિવારનો આખો દિવસ દોડ્યા હતા. 65 થી વધુ CCTV ફંફોળ્યા હતા. આસપાસના 45 ગામોમાં પૂછપરછ કરી હતી, અને અંતે 20 કલાકમાં પિતાને કોટામાંથી શોધી કાઢ્યો હતો. 

શિવાંશના પિતા મળ્યા : પૂછપરછમાં આજે મોટા ભેદ ખૂલશે, પત્નીએ પતિના લફરા અને બાળક વિશે અજાણ હોવાનું કહ્યું

સચિનની પત્નીએ કહ્યું, હુ કંઈ જાણતી નથી 
સચિનની પત્ની આરાધના દીક્ષિતની ગ્રીન સિટી બંગલો ખાતે હાલ પૂછપરછ થઈ રહી છે. પત્ની અનુરાધાની પુછપરછ દરમિયાન તેણે પોલીસને કહ્યુ કે, તરછોડાયેલા માસુમ બાળક અને પતિના પ્રેમસબંધ બાબતે પત્ની અનુરાધા કશુ જાણતી નથી. તે સમગ્ર વાતથી અજાણ હોવાનું રટણ કરી રહી છે. સચિનની પત્ની અનુરાધા પોતાના ફેમેલી સાથે રાજસ્થાન કોટા પિયરમાં એક પ્રસંગમાં ગઇ હતી. પતિ સચીન ઘરે એકલો હતો દરમિયાન પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો. પરંતુ હાલ શિવાંશની રિયલ માતા વડોદરાની હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. સચિનની ગર્લફ્રેન્ડ અને શિવાંશની માતા વડોદરાની હોવાનું ચર્ચાય છે. આજે સાંજે શિવાંશને તેના પિતાને સોંપવામાં આવશે.

No description available.

સચિન જ શિવાંગના પિતા છે તે કેવી રીતે ખબર પડી
પોલીસ કર્મચારીઓ તપાસમાં સચિન સુધી પહોંચ્યા હતા. સચિન જ દીકરાને ગૌશાળામાં મૂકીને રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસ તેના સુધી પહોંચી ત્યારે તેની સેન્ટ્રો કારમાંથી શિવાંશનો બૂટ મળી આવ્યો હતો, જેથી તે જ બાળકનો પિતા છે તે કન્ફર્મ થઈ ગયુ હતું. વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિ.મેનેજર તરીકે કામ કરતા સચિનના પરિવારમાં માતા-પિતા, પત્ની અને આશરે 5 વર્ષનું બાળક છે. તેની પત્ની જીઆઇડીસીમાં પોતાની કંપની ધરાવે છે. સચિન દિક્ષિત મૂળ ઉત્તરપ્રદેશનોવતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. શિવાંશને ગૌશાળામાં તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં. 

ગૃહરાજ્યમંત્રીએ તાકીદે પગલાં ભરવા આદેશ કર્યા

હજી શિવાંશના રિયલ માતા કોણ છે તે ભેદ ખૂલ્યો નથી
આજે સચિન અને તેની પત્નીની પૂછપરછમાં સચિનની ગર્લફ્રેન્ડ અને શિવાંશની રિયલ માતા કોણ છે તે ભેદ ખૂલવાનો બાકી છે. સચિનની પત્ની બાળકની માતા નથી એ જાણ થયા બાદ માતા કોણ છે અને કયા કારણોસર બાળકને ગૌશાળામાં તરછોડાયું એ રહસ્ય છે. જોકે, પ્રાથમિક પૂછપરછમાં સચિનની પત્નીએ બાળક વિશે કોઈ પણ માહિતી ન હોવાનુ કહ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news