શિવાંશની રિયલ માતાનો થયો ખુલાસો, જેના સચિન સાથે હતા લગ્ન બાદના સંબંધ

ગાંધીનગરમાં તરછોડાયેલા માસુમ શિવાંશને ખબર પણ નથી કે આખરે તેના સંબંધીઓએ તેની સાથે શુ ખેલ ખેલ્યો છે. 20 કલાક માતાપિતા વગર તરછોડાયેલા શિવાંશના વાલીનુ આખરે પગેરુ મળી ગયુ છે. તેના પિતા સચિન દિક્ષિતનો ભાંડો ફૂટી ગયો છે. પરંતુ હવે શિવાંશની રિયલ માતાની માહિતી પણ સામે આવી છે. શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે. સચિનની પ્રેમિકા અને શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનો ખૂલાસો થયો છે. તો બીજી તરફ, સચિનની પત્ની પહેલે જ પોલીસે કહી ચૂકી છે કે તે શિવાંશની માતા નથી અને બાળક વિશે તે કંઈ જાણતી નથી. મહેંદી અને સચિન બંને એક જ ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. 

શિવાંશની રિયલ માતાનો થયો ખુલાસો, જેના સચિન સાથે હતા લગ્ન બાદના સંબંધ

ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગરમાં તરછોડાયેલા માસુમ શિવાંશને ખબર પણ નથી કે આખરે તેના સંબંધીઓએ તેની સાથે શુ ખેલ ખેલ્યો છે. 20 કલાક માતાપિતા વગર તરછોડાયેલા શિવાંશના વાલીનુ આખરે પગેરુ મળી ગયુ છે. તેના પિતા સચિન દિક્ષિતનો ભાંડો ફૂટી ગયો છે. પરંતુ હવે શિવાંશની રિયલ માતાની માહિતી પણ સામે આવી છે. શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે. સચિનની પ્રેમિકા અને શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનો ખૂલાસો થયો છે. તો બીજી તરફ, સચિનની પત્ની પહેલે જ પોલીસે કહી ચૂકી છે કે તે શિવાંશની માતા નથી અને બાળક વિશે તે કંઈ જાણતી નથી. મહેંદી અને સચિન બંને એક જ ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. 

શિવાંશની માતા અને સચિનની પ્રેમિકા મહેંદી હોવાનુ સામે આવ્યુ છે. મહેંદી વડોદરાનું હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જોકે, સમગ્ર મામલામાં મહેંદી હજી સુધી પોલીસ સામે આવી નથી. શિવાંશ ગુમ થયા બાદથી મહેંદી ક્યાંય ચર્ચામાં નથી. તે કોણ છે, હાલ ક્યાં છે તેની ચર્ચા ઉઠી છે. તો સાથે જ મહેંદીની બહેન પણ મીડિયા સામે આવી છે. મહેંદીને બહેન અને શિવાંશની માસીએ મીડિયા સામે કહ્યું કે, એ લોકો વડોદરા હતા, અને કેવી રીતે બાળક ગાંધીનગર આવ્યો તે ખબર નથી. તેની માતા ક્યારેય બાળકને એકલી મૂકતી ન હતી. હાલ મારી બહેન મહેંદી ક્યા છે તેની માહિતી પણ અમને નથી. 

No description available.

ધીરે ધીરે પોલીસ તપાસમાં શિવાંશના માતાપિતાએ રચેલા ખેલ પરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. શિવાંશની માસીએ મીડિયા સામે આવીને કહ્યું કે, આ ઘટનાથી અમે આઘાતમાં આવી ગયા છીએ. તેમણે કહ્યું કે, મહેંદી અમારો ફોન નથી ઉપાડતી. તે હાલ ક્યાં છે તેની અમને ખબર નથી.

આજે શિવાંશ 10 મહિનાનો થયો
શિવાંશની માસી પાસેથી માહિતી મળી કે, કે 10 ડિસેમ્બર 2020 માં શિવાંશનો જન્મ થયો હતો. આજે શિવાંશ 10 મહિનાનો થયો છે.  અમદાવાદના બોપલની જ એક હોસ્પિટલમાં થયો હતો. તો સાથે જ જાણવા મળ્યુ છે કે, તો સાથે જ જાણવા મળ્યુ છે કે, સચિન સાથે લગ્ન કરવાની જીદ મહેંદીએ કરી હતી. મહેંદીએ સચિનને લગ્ન કરવા કહ્યું હતું પણ સચિન તૈયાર ના હોવાથી તેણે શિવાંશને સચિનને સોંપી દીધો હતો. મહેંદી તેની બહેન અને જીજાજી સાથે રહેતી હતી. મહેંદીએ જ શિવાંશને સચિનને આપી દીધો હતો. અચાનક નવ માસનો પુત્ર મળતાં તેનું શું કરવું એ મુદ્દે સચિન મૂંઝાઈ ગયો હતો તેથી તેણે બાળકને તરછોડી દીધું હતું. જોકે, સચિન દિક્ષિતની પૂછપરછ ચાલી રહી છે, પરંતુ મહેંદી હજી પોલીસ સામે આવી નથી. તો શિવાંશના કિસ્સાને 35 કલાકથી વધુ સમય થઈ ગયો છે, તો હજી સુધી મહેંદી કેમ સામે આવી નથી.

શિવાંશની રિયલ માતાનો થયો ખુલાસો, જેના સચિન સાથે હતા લગ્ન બાદના સંબંધ

સમગ્ર મામલે ગાંધીનગર પોલીસે જણાવ્યું કે, હાલ અમારી ડીએનએ મેચિંગ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલી રહી છે. સચિન દિક્ષિતનો પરિવાર પણ પૂછપરછમાં સહયોગ આપી રહ્યો છે. સમગ્ર મામલામાં સવાલ એ છે કે, આખરે માતાપિતાની આ ગંદી કરતૂતમાં બાળકનો શુ વાંક. માતાપિતામાંથી કોઈ પણ શિવાંશની જવાબદારી લેવા તૈયાર ન હતું. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news