ધૂળેટી News

ફાગણ સુદ પૂનમ ઉજવવાની થનગનાટ, દ્વારકા-ડાકોર-રાજસ્થાન જતા માર્ગે શ્રદ્ધાળુઓની ભીડ જ ભ
Mar 16,2022, 16:48 PM IST
સોનાથી લદાયેલા દાગીના સાથે હોળીએ ગરબે ઘૂમી મહેર સમાજની મહિલાઓ...
Mar 13,2020, 8:50 AM IST
Video : ડીસામાં રહેતા રાજસ્થાની મારવાડીઓએ અનોખા અંદાજમાં ઉજવી હોળી
અલ્કેશ રાવ/ડીસા : ગુજરાતમાં નવરાત્રિનું જેટલું મહત્વ છે, તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતના ડીસામાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે ધુળેટી પર્વના દિવસે ઘેર અને લુર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી હતી. રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે. હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે, જયારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે. આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા 25 વરસોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા દર વરસે ધૂળેટીની સમી સાંજે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવે છે.
Mar 22,2019, 11:05 AM IST
ભરૂચમાં 150 વર્ષ જૂની બંગાળી પરંપરાથી ધૂળેટી રમાઈ, Video
ભરત ચુડાસમા/ભરુચ : ના તો અહી ડીજે છે, નાતો જોખમી કલરની ધૂમ. છે તો ફક્ત રંગબેરંગી ફૂલો અને શ્રદ્ધા, આસ્થા, સાંપ્રદાયિકતા, એકતા અને સમાનતાની ઉજવણી. આ છે બંગાળી સમાજનો વસંતોત્સવ અને જુલુસ. ભરૂચના ઝાડેશ્વર રોડ પરથી ધુળેટીના દિવસે બંગાળી સમાજ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરે દોઢસો વર્ષ પૂર્વે બંગાળમાં શરૂ કરેલ પરંપરા મુજબ જુલુસ કાઢવામાં આવ્યું. દોઢસો વર્ષ પૂર્વે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિનિકેતન સંસ્થામાં બંગાળ ખાતે વસંતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત ગીતો પર બંગાળી મહિલાઓ અને પુરુષો હોળીની ઉજવણી કરે છે. બંગાળી મહિલાઓ માથામાં ફૂલોના ગજરા તેમજ ફૂલોના સાજ શણગાર સજી એકસરખા પારંપરિક પરિધાનમાં, બંગાળી નૃત્ય કરી સુંદર રીતે અને શાંતિપૂર્વક ઉજવણી કરે છે.
Mar 22,2019, 9:45 AM IST

Trending news