Holi 2022 News

બે વર્ષ બાદ મોકો મળ્યો તો મન મૂકીને ધૂળેટી રમી રહ્યાં છે ગુજરાતીઓ
Mar 18,2022, 10:41 AM IST
વૈદિક હોળી માટે સુરતમાં તડામાર તૈયારીઓ, તરછોડાયેલી ગાયના છાણમાંથી બનાવી વૈદિક ગૌ-સ્ટ
વધતા પ્રદૂષણને જોતા લોકો હવે ઈકો ફ્રેન્ડલી હોળી તરફ વળ્યા છે. ઈકો ફ્રેન્ડલી હોળી મનાવવા માટે સુરતમાં અનોખી ગૌ-સ્ટીક બનાવવામાં આવી છે. વૈદિક હોળીની ઉજવણી માટે આ સ્ટીકને ગાયના છાણમાંથી બનાવવામાં આવી છે. સામાન્ય રીતે હોળીમાં લોકો છાણ અને લાકડાનો ઉપયોગ વધુ કરતા હોય છે. જેનાથી પર્યાવરણને નુકસાનની સાથે પ્રદૂષણની માત્રામાં પણ વધારો થાય છે. જેથી સુરતની પાંજરાપોળમાં ખાસ ગૌ-સ્ટીક તૈયાર કરવામાં આવી છે. જેમાં 8 હજાર 500 ગાયના છાણમાંથી ગૌ-સ્ટીક તૈયાર કરી છે. જેથી લાકડાના બદલે આ ગૌ-કાષ્ટનો ઉપયોગ કરી લોકો વૈદિક હોળીની ઉજવણી કરી શકે છે. એક ગૌ-કાષ્ટની કિંમત માત્ર 15 રૂપિયા રાખવામાં આવી છે. જેની સુરત સહિત રાજ્યભરના શહેરોમાં ડિમાન્ડ વધી રહી છે. આ ગૌ-કાષ્ટની ખરીદી ઓનલાઈન પણ કરી શકાય છે. 
Mar 17,2022, 11:21 AM IST

Trending news