ડિસેમ્બર News

આ તારીખો નોંધી લો...18 ફેબ્રુઆરી સુધી રહેશે અસર! ગુજરાતમાં અંબાલાલની ભયંકર આગાહી
Gujarat Monsoon 2024: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યાં કેટલાંક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડી રહ્યાં છે. આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદી પણ આગાહી કરી દીધી છે. હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર નહીં થાય. જી હા...તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે. 
Feb 7,2024, 17:01 PM IST
આફતનુ સંકટ: ગુજરાતના આ વિસ્તારોમાં સોમવારથી પડશે ભારે વરસાદ, પાક સુરક્ષિત રાખવા આદેશ
Jan 6,2024, 19:10 PM IST
જેનો ભય હતો એ જ થયું! માત્ર 2 દિવસમાં ફરી ગુજરાતમાં જામશે વરસાદ, મજબૂત સિસ્ટમ સક્રિય
Jan 3,2024, 17:08 PM IST
હવામાન વિભાગની આગાહી, ‘આ વર્ષે શિયાળો ઠંડો નહિ, પણ ગરમ રહેશે’
ડિસેમ્બર (December) મહિનાની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ રાજ્યમાં હજીપણ ઠંડીનું જોર હજી જામ્યુ નથી. તેવામાં હવામાન વિભાગે શિયાળા (Winter) અંગે પૂર્વાનુમાન કર્યુ છે કે, આ વર્ષે ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતા ઓછુ રહેશે. એટલે કે ઠંડીની તીવ્રતાની ઓછી અસર જોવા મળશે. ગઇકાલે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા (Naliya) નું 9.9 ડિગ્રી હતું. જ્યારે આજે એ જ સ્થળે તાપમાન 10.5 ડિગ્રીએ પહોંચ્યુ છે. નોંધનીય છે કે, આ વર્ષે વાતાવરણમાં સતત આવેલા બદલાવના કારણે શિયાળાની મોસમ ડિસેમ્બરની શરૂઆતમાં પણ જામી નથી. ત્યારે હજી કમોસમી વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવશે. જેની અસર રાજ્યના દક્ષિણ, મધ્ય ગુજરાત સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ જોવા મળશે. ત્યારે આજે દાહોદ, પંચમહાલ અને નર્મદા સહીતના જિલ્લામાં કમોસમી ઝાપટાની અસર પણ જોવા મળી છે.
Dec 1,2019, 11:56 AM IST

Trending news