હવે ચેતી જજો! ગુજરાતીઓ માટે આવી ગઈ નવી આગાહી; જાણો આગામી પાંચ દિવસની ભયાનક આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી દર્શાવી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. હાલ વરસાદની કોઇ આગાહી નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, તાપમાન યથાવત રહેશે. તાપમાનમાં કોઇ મોટા બદલાવની શક્યતા નથી.  ગુજરાતમાં હાલ પૂર્વિયથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. પરંતુ વરસાદની કોઇ શક્યતા નથી.

1/5
image

ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. ઠંડી, ગરમી છે કે વરસાદ એ સમજાતુ જ નથી. ગુજરાતમાં હાલ એકસાથે ત્રણ ઋતુ અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરમાં હાલ વાદળછાયુ વાતાવરણ છે. તો બીજી તરફ ઠંડી-ગરમીની ડબલ સીઝન કહેર વરસાવી રહી છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ડરાવે તેવી છે. ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે. જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

2/5
image

આગામી 5 ફેબ્રુઆરી સુધી તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો જોવા મળી રહ્યા છે અને તેની અસરો ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ રાજ્યમાં હાલ માવઠાની અમારા તરફથી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી. પાંચમી ફેબ્રુઆરી પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. સાથે રાજ્યમાં ઘણાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અને માવઠા જેવો માહોલ ઉભો થયો છે.

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે

3/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 

4/5
image

હવામાન વિભાગની આગાહી કહે છે કે, પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7 મી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો. પરંતું હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતુ જઈ રહ્યું છે. જેથી 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે. ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવુ અંબાલાલ પટેલે જણાવ્યું. 

5/5
image

સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે. ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પમ શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે કહ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી. પાંચ દિવસ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કારણ ન કારણે રાજ્યભરમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશા પવન ફુંકાઇ રહ્યાં છે. આ મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થશે. અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગર 14.6 તાપમાન નોંધાયું છે.  

Gujarat Weatherdaily weather reportIMD forecast newsગુજરાત હવામાન વિભાગ આગાહીગુજરાત વેધર રિપોર્ટહવામાન વિભાગ આગાહીgujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાત હવામાન આગાહીગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાત હવામાનગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastAmbalal PatelIMDIndia Meteorological DepartmentIMD AlertMeteorologist Ambalal Patelઆજનું હવામાનઠંડીનું આગમનશિયાળોઠંડીનો ચમકારોબેવડી ઋતુWinter Alertવરસાદની આગાહીહવામાનમાં થશે મોટો ફેરફારકમોસમી વરસાદની આગાહીHeavy Rainsભારેથી અતિભારે વરસાદની આગાહીકમોસમી વરસાદgujarat rainAhmedabad Rainડિસેમ્બરજાન્યુઆરીdecember roundjanua