ગુજરાતમાં માત્ર 2 દિવસમાં પલટાશે હવામાન, અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સર્જાતાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Ambalal Patel Monsoon Prediction :નવું વર્ષ શરૂ થતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ એકાએક પલટો આવ્યો છે. પહેલી જાન્યુઆરી 2024ની સવારથી જ જાણે ગુજરાતનું વાતાવરણ એકદમથી પલટાઈ ગયું છે. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ થાય તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને તેના કારણે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવના છે. દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલી આ સિસ્ટમ હજી વધુ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આવનારા 24 કલાકમાં તે વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયામાં ફેરવાય તેવી શક્યતા છે.

ઉત્તરાયણ બગાડશે માવઠું-

1/6
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 

2/6
image

હાલ દેશભરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હજી પણ ભારે ઠંડી અનુભવાતી નથી. જોકે, ઠંડી ફરીથી વધે તે પહેલાં રાજ્યમાં ફરીથી હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ સિસ્ટમની અસરને કારણે કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં 3 જાન્યુઆરીના રોજ વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતમાં 6 કે 7 જાન્યુઆરીની આસપાસ હવામાન પલટાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દક્ષિણ તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 7 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થઈ શકે છે.

કમોસમી વરસાદની આગાહી-

3/6
image

જોકે, આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે નવા વર્ષે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 

4/6
image

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે. જેના કારણે બંગળાના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. જાન્યુઆરી 1 થી 5 માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. 

5/6
image

તો સાથે જ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે. 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે.

આ તારીખથી ઠંડીનો ચમકારો વધશે

6/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.