આકાશી આફતનું સંકટ: ગુજરાતના આ વિસ્તારોમાં સોમવારથી પડશે કમોસમી વરસાદ, પાક સુરક્ષિત રાખવા આદેશ
Gujarat Weather Forecast :ગુલાબી ઠંડી વચ્ચે આગામી 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. માવઠાથી પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે સુચના આપવામાં આવી છે. 8 અને 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે. સાથે વલસાડ, નવસારી, સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જો કે કાલથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. તો ગુજરાતમાં સુસવાટા મારતાં પવનના લીધે ઠંડીનું જોર પણ વધ્યું છે. વહેલી સવારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે.
હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. 10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
આ તારીખોએ આવશે વરસાદ
રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.
બીજી બાજુ ગુજરાતમાં સુસવાટા મારતાં પવનના કારણે વધ્યું ઠંડીનું જોર વધ્યું છે. 10 ડિગ્રી સાથે દીવ રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે. જ્યારે અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે.
7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે.
જાણો કયું શહેર બન્યું સૌથી વધારે ઠંડુગાર
મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સહન ન થાય તેટલો ગગડી ગયો છે. વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. 20 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તો 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સહન ન થાય તેટલો ગગડી ગયો છે. વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. 20 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તો 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
Trending Photos