કોલ્ડવેવ News

સમાચાર ગુજરાત: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં માવઠું થઈ શકે છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા અને માવઠા બાદ વધુ એક આકાશી આફતની આગાહી અપાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક લેનારા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કુદરત આ માવઠામાંથી બચાવી લે, નહિ તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરી પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. જો કે માવઠાની આગાહી હોવાથી ગઈ કાલથી જ રાજ્યમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.
Jan 13,2020, 21:20 PM IST

Trending news