બરફના પહાડોની વચ્ચે કેવી રીતે રહેતું હશે પેંગ્વીન? બરફમાં કેમ નથી જામી જતા પેંગ્વીનના ઈંડા?

પેંગ્વીન બરફમાં જવા મળતું જાણીતું પક્ષી છે. જે હંમેશા બરફની વચ્ચે રહે છે. ઠંડુ વાતવરણ પેંગ્વીનને ખુબ જ પસંદ આવે છે. પરંતુ બરફની વચ્ચે પણ ગરમી મેળવવા પેંગ્વીની લગાવે છે ખાસ જુગાડ.

બરફના પહાડોની વચ્ચે કેવી રીતે રહેતું હશે પેંગ્વીન? બરફમાં કેમ નથી જામી જતા પેંગ્વીનના ઈંડા?

Penguin: હિમ સમ્રાટ પેંગ્વીન કેવી રીતે રાખે છે પોતાના ઈંડાને સુરક્ષીત? હાડ થીજવતી ઠંડીમાં પણ કેમ નથી જામી જતા પેંગ્વીનના ઈંડા? હિમપહાડ વચ્ચે પેંગ્વીન કેવી રીતે મેળવે છે ગરમી? આવા મન અને મગજમાં આવતા 32 સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં જાણવા મળશે. જવાબ જાણીને તમારું મગજ પણ ચકરાઈ જશે. અંટાર્કટિકાનાં હાડ થીજવતા પ્રદેશોમાં પેંગ્વીન જોવા મળે છે. પેંગ્વીનને દુનિયાભરમાં ખુબ જ જાણીતું છે. પરંતુ પેંગ્વીન વિશેની કેટલીક એવી માહિતી છે જે બહુ ઓછા લોકો જાણતા હોય છે. હંમેશા બરફની વચ્ચે રહેતા પેંગ્વીનના ઈંડા કેમ જામી નથી જતા, ગરમી માટે શું કરે છે પેંગ્વીન. આવા જ સવાલના જવાબ આપીશું તમને.

દુનિયાનું જાણીતું અને ખુબ જ સુંદર પક્ષી એટલે પેંગ્વીન છે. જે દરિયા કિનારે વિહરીને પોતાના ભોજનની વ્યવસ્થા કરે છે. બરફમાં રહેવાની પેંગ્વીનને તો સજા મળી છે. પરંતુ તેના વધારે અઘરુ એ છે કે પેંગ્વીન હંમેશા શિયાળાની સિઝનમાં જ ઈંડા આપે છે.સાચી લડાઈ તો અહિથી જ શરૂ થાય છે. પોતાનું જીવન ટકાવવાનું અને ઈંડાની પણ સાર સંભાળ રાખવાની.

પેંગ્વીન શિયાળામાં જ કે આપે છે ઈંડા:
પેંગ્વીન ત્યારે ઈંડા આપે છે જ્યારે ઠંડી પોતાની ચરમ સીમાએ હોય છે. ઠંડી એ હદે હોય કે ઈંડા તો ઠીક પણ હાડ પણ થીજી જાય. આવી ઠંડીમાં જ ઈંડા આપવાની પેંગ્વીનની મજબૂરી છે. જ્યારે બચ્ચા ઈંડામાંથી બહાર નીકળે છે ત્યારે તેમને વધુ માત્રામાં ભોજનની જરૂર પડતી હોય છે. આટલી માત્રામાં ભોજન માત્ર વસંત ઋતુમાં જ મળે છે. ત્યારે દરિયાની આસપાસ જમા થયેલ બર્ફ ઓગળવા લાગે છે. જેથી વસંતમાં બચ્ચા ઈંડાથી બહાર આવે તેના માટે ભર શિયાળે પેંગ્વિન ઈંડા આપે છે.

કેમ જામી નથી જતા પેંગ્વીનના ઈંડા:
પેંગ્વિન હજારોની સંખ્યામાં ઈંડા આપે છે. એક માદા પેંગ્વીન એક ઈંડુ આપે છે. ત્યાર બાદ કેટલાક મહિના સુધી માદા પેંગ્વીન ભોજનની શોધમાં નીકળી જાય છે. જેથી નર પેંગ્વીન ઈંડાની સારસંભાળ રાખે છે. જેથી નર પેંગ્વીન ગરમીના સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જાય છે. પેંગ્વીનના શરીર પર પીંછા હોય છે. પેંગ્વીનના શરીરનો એક ભાગ પીંછાથી ઢાંકેલો હોય છે. જેને શિશુ થેલી પણ કહેવાય છે. જેથી પેંગ્વીન ઈંડાને બંને પંજામાં રાખી આ શિશુ થેલીથી લગાવીને રાખે છે. અને પેટને પીંછાથી ઢાંકી લે છે. આવી રીતે કાતિલ ઠંડીથી રક્ષણ આપી પિતા ઈંડાનું રક્ષણ કરે છે.

શરીરની ગરમી બચાવવા પેંગ્વીનની ખાસ ટ્રીક:
નર પેંગ્વીન પોતાના શરીરની ગર્મી બચાવવા બર્ફથી બને તેટલો સંપર્ક ઓછો કરી નાખે છે. તેના માટે તે પોતાના પગના પંજા પર પેડીના સહારે ઉભા રહે છે. જેથી બર્ફ સાથેનો સંપર્ક ઓછો થઈ જાય છે. તો પેડી પર ઉભા રહેવા પૂંછડીથી સંતુલન જાળવે છે. એટલું જ નહિ પણ નર પેંગ્વીન ઝૂંડ બનાવીને બેસે છે. જેથી વધુ ગરમી મળે છે. જ્યાં પેંગ્વીન ઝૂંડ બનાવી બેસે છે તે સ્થળનું આસપાસના વિસ્તાર કરતા અનેક ડિગ્રી વધી જાય છે. આવી અવનવી તરકીબ અપવાની પેંગ્વીન પોતાના ઈંડાને સુરક્ષીત રાખે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news