કોરોના કાળ News

JUNAGADH શહેરમાં કોરોના કાળ છતા ડાયરો, પૈસા અને નિયમો તમામના ધજાગરા ઉડ્યાં
કોરોના મહામારી સમયમાં જૂનાગઢ માણાવદર તાલુકામાં ભાલેચડા ગામે નામી કલાકરો સાથે ભાજપના નેતાની હાજરીમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન થતા કોવીડ જાહેરનામા ભંગ બદલ 6 શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. જૂનાગઢ ભાલેચડા ગામે ગત 30 માર્ચના રોજ બાલા હનુમાન મંદીર અને ગૌ શાળાના લાભર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારી સહીતના નામી કલાકારોએ હાજરી આપી હતી. ડાયરાની મોજ માણવા પોરબંદર સાંસદ રમેશ ધડુક અને કેબીનેટ મંત્રીના પુત્ર સહીત ભાજપના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.  તાલુકા ભરમાંથી હજારોની સંખ્યા લોકો વગર માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા, ત્યારે ડાયરાના વિડિઓ વાઇરલ થતા કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પણ રાજ્ય સરકાર અને ભાજપ નેતા સામે સવાલો ઉભા કર્યા હતા. એક તરફ કોરોના મહામારીમાં સામાન્ય પ્રજાને મસ મોટા દંડ વસુલવામાં આવે છે ત્યારે બીજી તરફ આવડા મોટા કાર્યક્રમ યોજાઈ છે. નીયમોની એસીતેસી કરીને ભાજપ નેતા ઉપસ્થીત રહે છે, ત્યારે કડક પગલાં ભરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. 
Apr 6,2021, 19:39 PM IST

Trending news