દિલ્હી સરકારનો મોટો નિર્ણય, 5 મહિના બાદ હોટલો ખોલવાની આપી મંજૂરી
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેતાં દિલ્હી સરકારે ગત લગભગ 5 મહિનાથી બંધ હોટલોને ફરીથી ખોલવાની પરવાનગી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેતાં દિલ્હી સરકારે ગત લગભગ 5 મહિનાથી બંધ હોટલોને ફરીથી ખોલવાની પરવાનગી આપી છે. આ સાથે જ સાપ્તાહિક બજારોને પણ ટ્રાયલ બેસિસ પર કામ શરૂ કરવાની મંજૂરી સરકારે આપી છે. કેજરીવાલ સરકારના આ નિર્ણયને કોરોનાકાળમાં દિલ્હીવાળા ઉદાસ ચહેરા પર સ્માઇલ લાવી દીધી છે.
તમને જણાવી દઇએ કે સરકાર દ્વારા અનલોક-3માં છૂટ આપ્યા બાદ કેજરીવાલ સરકારના હોટલ અને સાપ્તાહિક બજાર ખોલવાનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે નકારી કાઢ્યો હતો. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને ઉપરાજ્યપાલને પોતાનો નિર્ણય પરત લેવાના અનુરોધ પણ કર્યો હતો.
અમિત શાહને લખેલા પત્રમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીમાં કોર્નાના કેસ સતત ઓછા થઇ રહ્યા છે, સ્થિત કાબૂમાં છે. જ્યારે યૂપી અને કર્ણાટક, જ્યાં સતત કેસ વધી રહ્યા છે, ત્યાં હોટલ અને સાપ્તાહિક બજાર ખુલ્લા છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે આ સમજ બહાર છે કે જે રાજ્યએ કોરોનાને કાબૂમાં કર્યો, નિયંત્રણમાં સારું કામ કર્યું, તેને પોતાના બિઝનેસ બંધ રાખવા માટે કેમ બાધા ઉભી કરવામાં આવી રહી છે?
ઉપમુખ્યમંત્રીએ લખ્યું હતું કે દિલ્હીના 8 ટકા ધંધા અને રોજગાર હોટલ નહી ખુલવાના કારણે ઠપ્પ પડ્યા છે. સાપ્તાહિક બજાર બંધ રહેવાથી 5 લાખ પરિવાર ગત 4 મહિનાથી ઘરે બેઠ્યા છે.
આર્થિક નુકસાન સહન કરનાર શહેરના તમામ વેપારી સંગઠન અને હોટલ એસોસિએશનએ પણ ઉપરાજ્યપાલ અનિલ બૈજલના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. સંગઠને અનિલ બૈજલને પત્ર લખીને માંગ કરી હતી કે દિલ્હીમાં હોટલ અને સાપ્તાહિક બજારોને ખોલવાની પરવાનગી આપવામાં આવે. દિલ્હી સરકરે અનિલ બૈજલને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અનુરોધ કરી ફરીથી પ્રસ્તાવ પણ મોકલ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે