લગ્નની સીઝનમાં ડિઝાઇનર અને બ્રાન્ડેડ માસ્ક બન્યા આકર્ષણનું કેન્દ્ર
કોરોના કાળમાં માસ્ક જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે હાલ લગ્નની સીઝન પણ શરૂ થઈ છે. તેમાં હવે ડિઝાઇનર માસ્કની ડિમાન્ડ વધી રહી છે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ કોરોના મહામારી વચ્ચે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. લોકો બ્રાન્ડેડ કપડા અને જ્વેલરીની ખરીદી કરી રહ્યા છે પરંતુ આ બધાની સાથે લોકોની નજર હવે ડિઝાઇનર અને બ્રાન્ડેડ માસ્ક ઉપર છે. કારણ કે માસ્ક હવે કોરોના કાળમાં જરૂરિયાત બની ગયા છે. આજ કારણ છે કે માસ્ક વિક્રેતાઓએ પણ લગ્નની સીઝનને ધ્યાનમાં રાખી જરદોશી હેન્ડ વર્ક અને મોતીવાળા માસ્ક સાથે વર-વધુ માસ્કના પણ ઓર્ડર મેળવી રહ્યા છે.
લગ્નસરાની સીઝનમાં આમ તો લોકો બીજા કરતાં સારા દેખાવા માંગતા હોય છે. અત્યાર સુધી પરિધાન અને જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હતા. પરંતુ હવે લોકો અવનવા ડિઝાઇનર માસ્ક પહેરી અન્ય લોકો કરતા જુદા દેખાવા માંગે છે. આજ કારણ છે કે, શહેરમાં ડિઝાઇનર માસ્ક બનાવવાવાળાઓએ ખાસ લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખી માસ્ક કરી રહ્યા છે. સંગીત ,મહેંદી અને અન્ય વિધિના સમયે લોકો કાપડના કલરમાં ડિઝાઇનર માસ્ક પહેરી શકે આ માટે ખાસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. મહિલાઓ માટે જરદોશી ગોટા પટ્ટી અને મોતીના માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. લગ્નસરામાં વર પક્ષ અને વધુ પક્ષ માટે પણ અલગ અલગ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ અંગે માસ્ક બનાવનાર પૂજા જૈને જણાવ્યું હતું કે, લોકો હવે ડિઝાઇનર માસ્ક વધારે પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે 50 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીના માસ્ક તેઓ બનાવીને તેમની ઈચ્છા મુજબ કસ્ટમાઈઝડ માસ્ક બનાવીને આપી રહ્યા છે. ખાસ કરીને લગ્નસરાની સીઝનમાં વર અને વધૂ પક્ષના લોકોને આકર્ષિત કરતા માસ્ક પહેરે આ માટે પણ ખૂબ જ ઓર્ડર મળી રહ્યા છે.
કોરોના કાળમાં અનોખી રીતે જાનનું સ્વાગત, વેલકમ ડ્રિંકમાં અપાયું ગરમ લીંબુ પાણી
ખાસ માસ્કનો ઓર્ડર આપનાર શૈલી ટેલરે જણાવ્યું હતું કે, હાલ જ મારા ઘરે પણ લગ્ન પ્રસંગ છે. મેં પોતે લગ્ન પ્રસંગની અનેક વિધિઓ માટે જુદા જુદા પ્રકારના ડિઝાઇનર માસ્ક ખરીદ્યા છે અને સાથે લગ્નમાં વર પક્ષ અને વધુ પક્ષને અંકિત અલગ અલગ કસ્ટમાઈઝડ માસ્કના પણ ઓર્ડર તેઓ દ્વારા આપવામાં આવ્યા છે. કારણકે હવે લોકોની નજર ઘરેણાં કે કાપડ ઉપર રહેતી નથી. લોકોની નજર હવે માસ્ક ઉપર રહે છે. જેથી ફોટા અને સેલ્ફી પણ સારી આવે એ ખૂબ જ અગત્યનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે