गुजरात News

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? શું આ નવુ નામ સીએમ પદ માટે હુકમનો એક્કો સાબિત થશે
વિજય રૂપાણી (Vijay Rupani) એ સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી (gujarat cm) ના નામને લઈને અટકળો તેજ બની છે. સીએમ પદની રેસમાં નીતિન પટેલ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, ગણપત વસાવા, પ્રફુલ્લ પટેલ, પરશોત્તમ રૂપાલાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતને આજે નવા મુખ્યમંત્રી મળી શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં છે જેમાં સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું નામ CM પદના દાવેદાર તરીકે સૌથી આગળ છે. નીતિન પટેલ હાલ નાયબ મુખ્યમંત્રી છે ત્યારે તેમણે CM બનાવી શકાય છે. ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ CM પદની રેસમાં સામેલ છે. તો બીજી તરફ આદિવાસી નેતા ગણપત વસાવાને પણ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સોંપાઈ શકે છે. આ સાથે દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સૌરાષ્ટ્રના મોટા નેતા એવા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ CMની રેસમાં દાવેદાર મનાઈ રહ્યા છે. 
Sep 12,2021, 7:45 AM IST
અમિત શાહની મુલાકાતમાં જ રાજીનામાની ખીચડી રંધાઈ હતી, પણ પસંદગીના CM નું જ કેમ પત્તુ ક
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અચાનક રાજીનામાથી દિલ્હીની ગાદીમાં સળવળાટ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. તેઓ ધારાસભ્યોની મળનારી બેઠકમાં હાજરી આપશે અને નવા મુખ્યમંત્રી (gujarat cm) ના નામ અંગેની જાહેરાત કરી શકે છે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જોકે, અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાતમાં જ વિજય રૂપાણીના રાજીનામાની ખીચડી રંધાઈ હતી તેવુ કહેવાય છે. ત્રણ દિવસ પહેલા અમિત શાહ એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં વિજય રૂપાણીના રાજીનામા (Vijay Rupani Resigns) નું પ્લાનિંગ રચાયુ હોય તેવી શક્યતા છે. 
Sep 11,2021, 17:59 PM IST

Trending news