છાપરા ઉડી જાય એવું આંધી-વંટોળ આવશે! 120 કિ.મીના ઝડપે ફૂંકાશે પવન, અહીં છે મોટો ખતરો!

Cyclonic Storm Dana: એકવાર ફરીથી ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ મોનસૂન વિદાય થઈ ગયું છે અને ઉત્તર પૂર્વી મોનસૂન એક્ટિવ થઈ ગયું છે. જેના પગલે બંગાળની ખાડી અને આંદમાન સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સાથે લો પ્રેશરવાળો એરિયા બનવાથી ચક્રવાતી તોફાન દાના સક્રિય થયું છે. આ તોફાન 23-24 ઓક્ટોબરના રોજ દરિયા કાંઠે અથડાય તેવી સંભાવના છે.

1/12
image

સમુદ્રી તોફાનને જોતા હવામાન વિભાગ  (IMD) એ દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના પણ એંધાણ છે. આવામાં લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન ખરાબ હોવાના કારણે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી શકે છે. વર્ક ફ્રોમ હોમના આદેશ પણ અપાઈ શકે. 

આ 4 રાજ્યોમાં તબાહી મચશે

2/12
image

હવામાન વિભાગ (IMD) એ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટકમાં 26 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી આપી છે. આ 4 રાજ્યોના હવામાનની અસર ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ જોવા મળશે. જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ માછીમારોને સલામત રહેવાની સલાહ આપતા 21 થી 26 ઓક્ટોબર સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

બંગાળની ખાડીમાં તોફાન

3/12
image

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉત્તરી આંદમાન સાગરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી મધ્ય પૂર્વી બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. આ લો પ્રેશરવાળો એરિયા 22 ઓક્ટોબરની સવારે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં જશે અને 23 ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્ય પૂર્વ બંગાળની  ખાડીમાં ચક્રવાતી તોફાન દાના એક્ટિવ થઈ જશે. 

4/12
image

દાના તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ જતા 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્રમાં પહોંચશે. ચક્રવાત બનાવતા ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણી આંધ્ર પ્રદેશના સમુદ્રી તટને પણ કવર કરશે. તેના કારણે પહેલા આંદમાન નિકોબાર દ્વિપ સમૂહમાં ભારે વરસાદ પડી શકે છે. પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડશે. આ બધા વચ્ચે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ વરસાદના એંધાણ છે. 26 ઓક્ટોબર સુધી આ રાજ્યોમાં વરસાદ-તોફાન બંને રહેશે.

આ રાજ્યોમાં ખુબ વરસશે વરસાદ

5/12
image

હવામાન વિભાગે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડુચેરી, કર્ણાટકમાં 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે. ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં પણ ઉપરોક્ત 4 રાજ્યોના હવામાનની અસર જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદ પડશે. 

આટલી ઝડપે પવન ફૂંકાશે

6/12
image

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે 21 ઓક્ટોબરના રોજ આંદમાન સાગરમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં આજે 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી તોફાન આવશે. આ પવનની સ્પીડ 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં 55થી 75 કિમી પ્રતિ કલાક થઈ જશે. 23 અને 24 ઓક્ટોબરના રોજ 70થી 100  કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી નજીકના વિસ્તારોમાં 23-24 ઓક્ટોબરના રોજ 45થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23 ઓક્ટોબરના રોજ ઉત્તર બંગાળની ખાડીમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 24-25 ઓક્ટોબરે તેની ઝડપ 100થી 120 કિમી પ્રતિ કલાક થઈ જશે. 

7/12
image

ચોમાસાની વિદાયના સમયે દક્ષિણ ભારતમાં (South India) ફરી એકવાર ચક્રવાતી તોફાનનો (Cyclonic storm) ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ  (Monsoon) ચોમાસું ચાલ્યું ગયું છે અને ઉત્તર પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે. IMDએ અપડેટ આપતા  જણાવ્યું છે કે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (cyclonic abstract structure) સાથે લો પ્રેશર એરિયા બનતાં ચક્રવાતી તૂફાન દાના (Cyclonic Storm Dana)સક્રિય બન્યું છે. અને આ વાવાઝોડું 23-24 ઓક્ટોબરે દક્ષિણ ભારતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

8/12
image

વાવાઝોડાની સંભાવનાને જોતા IMDએ દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 100 થી 120 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. ભારે વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે અને શાળા-કોલેજો બંધ કરી શકાય છે અને નોકરિયાતોને ઘરેથી કામ કરવાનો આદેશ પણ આપી શકાય છે.

બંગાળની ખાડીમાં ચક્રવાત 'દાના'

9/12
image

મંગળવારથી બંગાળના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે, જે શનિવાર સુધી ચાલુ રહી શકે છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે.

રજાઓ રદ કરી દેવાઈ

10/12
image

આ ચક્રવાતને જોતા ઓડિશા સરકારે તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. વિશેષ રાહત કમિશનર (SRC) દેવ રંજન સિંહે રવિવારે એક બેઠક બોલાવી અને તમામ સરકારી કર્મચારીઓને તેમના સ્થાને રહેવા અને તેમની ફરજો બજાવવાનો નિર્દેશ આપ્યો.

ઓડિશાના દરિયાકાંઠે વાવાઝોડાની શક્યતા

11/12
image

હવામાન વિભાગે હાલમાં જ ચક્રવાત અંગે માહિતી આપી છે કે 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્રમાં પવનની ઝડપ 35-55 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં સ્પીડ 55-75 kmph સુધી પહોંચી શકે છે. 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી ચક્રવાતની ઝડપ વધીને 100-120 કિમી પ્રતિ કલાક થવાની ધારણા છે. આ પછી, તેની તીવ્રતા ઘટી શકે છે. આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વરસાદની પણ શક્યતા છે.

મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી

12/12
image

ભારતીય હવામાન વિભાગે દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 24 અને 25 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. આ ઉપરાંત ઓક્ટોબરના અંત સુધીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ શકે છે.