RCB ને મળી ગઈ વુમન 'વિરાટ', આ ખેલાડીએ WPL 2024 માં ચારેય બાજુ ફટકાર્યા ગગનચુંબી છગ્ગા

WPL 2024: એલિસા પેરીને જ્યારે ઓરેન્જ કેપ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેની ખુશી બેવડાઈ ગઈ. આ એવોર્ડ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. એલિસા પેરીએ WPL 2024ની કુલ 9 મેચોમાં 69.40ની સરેરાશથી 347 રન બનાવ્યા છે.

RCB ને મળી ગઈ વુમન 'વિરાટ', આ ખેલાડીએ WPL 2024 માં ચારેય બાજુ ફટકાર્યા ગગનચુંબી છગ્ગા

WPL 2024: ક્રિકેટની દુનિયામાં આપણે વિરાટ કોહલીની વાત કરીએ છીએ. મોર્ડન ડે ક્રિકેટમાં તેને મોર્ડન માસ્ટર પણ કહેવામાં આવે છે. તેના કિર્તિમાન અને તેની રમત, ટેલેન્ટ તેને બીજા કરતા આ લીસ્ટમાં હંમેશા ઉપર રાખે છે. પણ શું તમને ખબર છે આરસીબી પાસે છે એક લેડી વિરાટ. જીહાં વુમન વિરાટનું આ સ્વરૂપ જોઈને તમે પણ ચોંકી જશો. હાલમાં જ વુમન પ્રિમિયર લીગમાં આ ખેલાડીએ ગ્રાઉન્ડની ચારે બાજુ ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતાં. ચાહકો પણ તેને લેડી વિરાટ કહે છે. 

મેદાનમાં મચી વુમન 'વિરાટ'ની ધૂમ!
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મહિલા પ્રીમિયર લીગ 2024 (WPL 2024) નું ટાઇટલ જીતીને તેના ચાહકોને મોટી ભેટ આપી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની આ ટ્રોફી જીતવામાં એમની એક ઓલ રાઉન્ડરની સૌથી મહત્ત્વની ભૂમિકા હતી. આ સ્ટાર ઓલરાઉન્ડરની ભૂમિકા બીજા કોઈ નહીં પણ એલિસા પેરીએ ભજવી છે. એલિસા પેરીએ ખરેખર પોતાની અદભુત રમતના લીધે દિલ જીતી લીધું. આરસીબીના ચાહકો તેની આ જબરદસ્ત પારીને ક્યારેય નહીં ભૂલી શકે. એટલે તો કેટલાંક ચાહકો તેને લેડી વિરાટ કહીને પણ સંબોધે છે. કારણકે, આરસીબી અને વિરાટ કોહલી એકબીજાના પર્યાય રહ્યાં છે. 

એલિસા પેરીએ જીતી લીધા દિલઃ
એલિસા પેરીએ WPL 2024માં બે અડધી સદી ફટકારી છે. એલિસા પેરીએ WPL 2024માં પણ 7 સિક્સર ફટકારી છે. બોલિંગ કરતી વખતે પણ એલિસા પેરી પાસે કોઈ જવાબ નહોતો. એલિસા પેરીએ WPL 2024ની 9 મેચમાં 7 વિકેટ લીધી છે. 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી એલિસા પેરીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. એલિસા પેરીને તેની મહેનતનું ફળ મળ્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024) ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્રથમ વખત ટ્રોફી જીતી.

એલિસા પેરી આ WPL ટુર્નામેન્ટ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની બેટિંગ અને બોલિંગની કરોડરજ્જુ હતી. એલિસા પેરીએ RCB માટે જરૂરી સમયે મહત્વપૂર્ણ રન બનાવ્યા છે અને ગંભીર પરિસ્થિતિઓમાં વિકેટ લઈને ટીમને મજબૂત બનાવી છે. એલિસા પેરીને તેની મહેનતનું ફળ મળ્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024) ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્રથમ વખત ટ્રોફી જીતી. એલિસા પેરીને જ્યારે ઓરેન્જ કેપ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેની ખુશી બેવડાઈ ગઈ. આ એવોર્ડ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. એલિસા પેરીએ WPL 2024ની કુલ 9 મેચોમાં 69.40ની સરેરાશથી 347 રન બનાવ્યા છે.

એલિસા પેરીએ WPL 2024માં બે અડધી સદી ફટકારી છે. એલિસા પેરીએ WPL 2024માં પણ 7 સિક્સર ફટકારી છે. બોલિંગ કરતી વખતે પણ એલિસા પેરીએ લાજવાબ પ્રદર્શન કર્યું હતું. એલિસા પેરીએ WPL 2024ની 9 મેચમાં 7 વિકેટ લીધી છે. 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી એલિસા પેરીનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. એલિસા પેરીને ઓરેન્જ કેપ જીતવા બદલ 5 લાખ રૂપિયા મળ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની શ્રેયંકા પાટીલને WPL 2024 ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કેપનો ખિતાબ અને રૂ. 5 લાખ મળ્યા છે. શ્રેયંકા પાટીલે WPL 2024માં સૌથી વધુ 13 વિકેટ લીધી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news