Chandra Grahan 2024: 100 વર્ષ બાદ પ્રથમવાર હોળી પર સર્જાશે ચંદ્ર ગ્રહણ, આ રાશિઓનો શરૂ થશે 'સુવર્ણ કાળ

lundar eclipse On Holi 2024: 25 માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ સર્જાશે. 100 વર્ષ પહેલાં જ એવા યોગ બની રહ્યા હતા. આ દરમિયાન 3 રાશિઓને ખૂબ ફાયદો થવાનો છે. જ્યારે કેટલીક રાશિ એવી છે જેમના પર ચંદ્રગ્રહણનો નકારાત્મક પ્રભાવ વધારે જોવા મળશે. જાણો ક્યાંક તમારી રાશિ તેમાંથી એક હોય. 

Chandra Grahan 2024: 100 વર્ષ બાદ પ્રથમવાર હોળી પર સર્જાશે ચંદ્ર ગ્રહણ, આ રાશિઓનો શરૂ થશે 'સુવર્ણ કાળ

Chandra Grahan On Holi 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે હોળી પર પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે. જોકે આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ તેનો પ્રભાવ કેટલીક રાશિ પર ચોક્કસથી પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિ એવી છે જેમને ચંદ્રગ્રહણ શુભ ફળ આપશે જ્યારે કેટલીક રાશિ એવી છે જેમના પર ચંદ્રગ્રહણનો નકારાત્મક પ્રભાવ વધારે જોવા મળશે. આ માટે તમારે સાવધાન રહેવાની પણ જરૂર છે. 

દેશમાં હોળીનો તહેવાર 25 માર્ચને ઉજવવામાં આવશે. રંગોના આ પર્વ પહેલાં બધા ખુશ છે પરંતુ શું તમને ખબર છે કે હોળી પર 100 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. જેની સીધી અસર આ 3 રાશિઓ પર પડશે અને તેમનો 'સુવર્ણ કાળ' શરૂ થઇ શકે છે. આ વખતે હોળી પર શુક્ર અને મંગળની યુતિ બની રહી છે. જેનાથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિઓના સારા દિવસ શરૂ થઈ શકે છે. આ સાથે જ  આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.

હોળી પર 100 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ
આ દિવસે વર્ષનું પ્રથમ ગ્રહણ લાગવા જઇ રહ્યું છે. ગ્રહણના સમયે ચંદ્રમા કન્યા રાશિમાં રહેશે અને આ રાશિમાં રાહુ પહેલાંથી બેઠેલો છે. વાત કરીએ વૈદિક પંચાંગની તો તેના અનુસાર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ટાઇમ-ટાઇમ પર સર્જાય છે અને તેમની અસર માનવ જીવન પર ખૂબ પડે છે. જ્યોતિષ ગણના અનુસાર હોળી પર ચંદ્ર ગ્રહણ લગભગ 100 વર્ષ બાદ લાગી રહ્યું છે. હોળીના પર્વ પર ચંદ્ર ગ્રહણ લાગવાથી આ 3 રાશિઓને ખૂબ ફાયદો થઇ શકે છે. 

ચંદ્ર ગ્રહણની અવધિ 2024
જ્યોતિષ શાસ્રના અનુસાર આ વર્ષે 2024નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 25 માર્ચ ફાગણ પૂર્ણિમાના દિવસે છે. તમને જણાવી દઇએ કે હોળીના તહેવાર પણ ઉજવવામાં આવી રહ્યો છે. ગ્રહણનો પ્રભાવ દેશ અને દુનિયા તમામ પર જોવા મળી શકે છે. તમને જણાવી દઇએ કે આ વખતે ચંદ્ર ગ્રહણ 25 માર્ચ સવરે 10:24 થી લઇને બપોરે 3:01 સુધી રહેવાનો છે. એવામં તમને ચંદ્ર ગ્રહણ દરમિયાન કુલ 4 કલાક અને 36 મિનિટ સુધી સતર્ક રહેવું પડશે. 

હોલિકા દહનનું શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂનમની તિથિની શરૂઆત 24 માર્ચ સવારે 9:55 મિનિટથી થશે. જ્યારે તેનું સમાપન 25 તારીખે બપોરે 12.29 મિનિટ થશે. તેથી હોલિકા દહન 24 માર્ચ અને રવિવારે કરવામાં આવશે. હોલિકા દહન માટે 1.14 કલાકનો સમય હશે. હોલિકા દહન માટે રાત્રે 11.13 મિનિટથી લઈને 12.27 મિનિટ સુધીનું મુહૂર્ત છે.

મેષ
આ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ વ્યક્તિની યોજનાઓને ઝડપી બનાવશે અને અચાનક નાણાકીય લાભ પણ થઈ શકે છે. આનાથી અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. આ રાશિના લોકોને તેમના બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. સંપત્તિ અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે આત્મવિશ્વાસ પણ વધશે.

તુલા
આ રાશિવાળા વ્યક્તિ માટે વાહન કે મિલકત ખરીદવાની શક્યતાઓ છે. આ સાથે વ્યક્તિનું માન-સન્માન પણ વધશે. આ સિવાય તમને તમારા કરિયરમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં તમને સંતોષ મળશે. તુલા રાશિના લોકો ધનનો સંગ્રહ કરી શકશે. બેંક બેલેન્સમાં પણ વધારો થવાની સંભાવના છે.

કુંભ
કુંભ રાશિના લોકો માટે આ સારા દિવસોની શરૂઆત હોઈ શકે છે. તેનાથી રોજગારીની નવી તકો મળશે. તમારું વ્યક્તિત્વ પણ સુધરશે. આ સાથે જે લોકો ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને ખાસ કરીને સફળતા મળશે. ઘરમાં શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે અને કરિયરમાં મોટી છલાંગ લાગી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news