World Cup 2019: રવિ શાસ્ત્રીએ હાર બાદ પ્રથમ વખત જણાવ્યું, ક્યાં થઈ ભૂલ
ભારતીય ટીમ બુધવારે વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી.
Trending Photos
લંડનઃ વિશ્વ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની હારનું સૌથી મોટુ કારણ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને નંબર 7 પર બેટિંગ માટે મોકલવો ગણાવવામાં આવી રહ્યું છે. સચિન તેંડુલકર હોય કે સૌરવ ગાંગુલી કે સુનીલ ગાવસ્કર. બધાએ તેને બેટિંગ ઓર્ડરમાં આટલો નીચે ઉતારવા પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે 7મા નંબર પર ધોનીને ઉતારવાનો નિર્ણય કોનો હતો? તેનો જવાબ કોચ રવિ શાસ્ત્રીએ આપ્યો છે.
શાસ્ત્રી અનુસાર, ધોનીને સાતમાં ક્રમે મોકલવાનો નિર્ણય આખી ટીમનો હતો. તમામ લોકો તેના પક્ષમાં હતા. પ્રથમ વાત છે કે આ એક સાધારણ નિર્ણય હતો અને બીજી વાત કે શું તમે ઈચ્છો છો કે ધોની ઝડપથી આઉટ થાય અને પરત ચાલ્યો આવે. જો તેમ બને તો મેચ ત્યાં જ પૂરી થઈ જાય. મહત્વનું છે કે સેમિફાઇનલમાં ભારતીય ટીમને 18 રનથી હાર મળી હતી. ધોનીએ 50 રન બનાવ્યા હતા અને મહત્વના સમયે રનઆઉટ થઈ ગયો હતો અને ભારતની જીતની આશા પૂરી થઈ ગઈ હતી.
ભારતીય ટીમના મુખ્ય કોચ શાસ્ત્રીએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા નિવેદનમાં કહ્યું, અમારે તમારા અનુભવની બાદમાં જરૂર હતી. તે ઓલટાઇમ ગ્રેટ ફિનિશર્સમાંથી એક છે. જો તેનો ઉપયોગ આ રીતે ન કરવામાં આવ્યો હોત તો તે એક અપરાધ જેવું હતું. પૂરી ટીમો એક મત હતો.
Wimbledon 2019: નડાલને હરાવી ફેડરર ફાઇનલમાં, હવે જોકોવિચ સામે ટકરાશે
આ સાથે તેણે સ્વીકાર કર્યો કે મિડલ ઓર્ડરમાં ટીમને એક શાનદાર બેટ્સમેનની જરૂર છે, જેની ખોટ ટીમ ઈન્ડિયાને પડી. તેણે કહ્યું કે, અમારે મિડલ ઓર્ડરમાં એક સોલિડ બેટ્સમેનની જરૂર છે, પરંતુ હવે આ મામલો ભવિષ્યમાં છે, કારણ કે અમે અહીં (વિશ્વ કપમાં) કંઇ ન કરી શક્યા. કેએલ રાહુલ ત્યાં હતો, પરંતુ શિખર ધવન ઈજાગ્રસ્ત થઈ ગયો. ત્યારબાદ શંકર ઈજાગ્રસ્ત થતાં મોટો ઝટકો લાગ્યો હતો. અમે તેને સંભાળી ન શક્યા.
મહત્વનું છે કે આ વખતે ટીમ ઈન્ડિયાને વિશ્વ કપની ફેવરિટ ટીમ માનવામાં આવી રહી હતી. લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે